________________
ચેતના એટલી જાગૃત છે કે તેનાથી શ્રેષ્ઠ અન્ય કોઈ પ્રાણી નથી. આ એક સત્યાંશ છે. એના આધારે જ માની લેવામાં આવ્યું કે મનુષ્ય માટે બધું જ ખાદ્ય છે. તે કોઈ પશુને મારે કે પક્ષીને. માંસભક્ષણ હેતુથી આજે કરોડો પશુ – પક્ષીઓની તે નિર્મમ હત્યા કરી રહ્યો છે. છતાંપણ તે શ્રેષ્ઠ પ્રાણી છે શ્રેષ્ઠતાનો આ જે દુરુપયોગ થયો છે અને આ ધારણાએ મનુષ્યને જેટલો ભટકાવ્યો છે, જેટલો નિરકુશ બનાવ્યો છે કે કદાચ એટલો તે ક્યારેય નહોતો ! એમ લાગે છે કે તે મૂક પશુઓની હત્યાઓ તેનાથી એનો પ્રતિશોધ પણ લઈ રહી છે. શારીરિક અને માનસિક દષ્ટિથી મનુષ્ય નિરન્તર અસ્વસ્થ થતો રહ્યો છે. ઘણાં બધાં સાધનોને મેળવીને પણ તે નિરાશ્રય અને શરણવિહીન બની રહ્યો છે, હીન-દીન બની રહ્યો છે. પદાર્થ શરણ નથી
એરિકોને એક સૂત્ર આપ્યું, જેને હું મહાવીરના સૂત્રનો અનુવાદ માનું છું અને તે આ છે -નવી અર્થનીતિમાં એ ભાવના જાગૃત કરવી જોઈએ કે પદાર્થ આપણા માટે ત્રાણ નથી. એક અનુપ્રેક્ષા છે અશરણ અનુપ્રેક્ષા. કોઈ પણ પદાર્થ આપણા માટે શરણ નથી. વ્યવહારમાં તો તે શરણ બને છે, પરંતુ મૂળરૂપે કોઈ પણ પદાર્થ અંતિમ શરણ નથી. ઠીક આ જ ભાષામાં એરિકટ્રાને કહ્યું, પદાર્થ કોઈ ત્રાણ નથી, એ ભાવનાનો વિકાસ કરવો જોઈએ. જ્યારે અનિત્ય અશરણ વગેરે-વગેરે અનુપ્રેક્ષાઓનો વિકાસ થશે ત્યારે આપણું આન્તરિક પરિવર્તન થશે, સંવેગો પર નિયંત્રણ કરવાની આપણી ક્ષમતા વધશે. એનાથી અનુસ્મૃત જાગતિક અર્થનીતિનું નિર્ધારણ થશે તો રાષ્ટ્રીય અહં અને પ્રભુસત્તાનો અહં ઓછો થશે, તેનું સંતુલન બનશે. અપરાધમાં ઘટાડો લાવીએ
નવી અર્થનીતિનું એક પેરામીટર એ હોવું જોઈએ – અર્થવ્યવસ્થા અપરાધમાં ઓછાપણું લાવે. એ ન માની શકાય કે આજે જે અપરાધ વધી રહ્યા છે, તે અહેતુક છે. આજની આર્થિક અવધારણાએ વ્યક્તિમાં એટલી લાલસા ઊભી કરી દીધી છે કે આટલો વિકાસ થવો જોઈએ. એક આધુનિક વ્યક્તિ, પોતાના જીવનનું એક સ્ટાન્ડર્ડ બનાવે છે, આધુનિક કહેવાય છે. આ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ'નાં સાધન જેને સુલભ છે, તેઓ મોટા અપરાધમાં જાય છે, નાનામાં નહિ. તેઓ શોષણ અને વ્યાવસાયિક અપરાધ કરે છે અથવા રાજનીતિક અપરાધ કરે છે. પરંતુ જે ગરીબ માણસો છે, જેને જીવનનાં સાધન ઉપલબ્ધ નથી, તેઓ નાના અપરાધમાં જાય છે.
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯૫
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org