________________
વ્યવસ્થાનો દોષ
બે વિદ્યાર્થી સાથે ભણ્યા. એકના ઘરમાં બધાં આધુનિક સાધનો છે - રેડિયો, ટી.વી. ફ્રિજ વગેરે. બીજા વિદ્યાર્થીને સાયકલ જેવું મામૂલી વાહન પણ ઉપલબ્ધ નથી. સાધનહીન વિદ્યાર્થીના મનમાં સમ્પન્ન વિદ્યાર્થીને જોઈને એ ભાવના જાગે છે - અમે ગરીબ છીએ. પછી તેના મનમાં યેન-કેન પ્રકારેણ તે સાધનોને પ્રાપ્ત કરવાની ભાવના જાગે છે. આવી મનોવૃત્તિ એટલા માટે ઉદ્ભવી છે કે સાધનશુદ્ધિ અને નૈતિક મૂલ્યો અંગે અર્થનીતિમાં કોઈ વિચાર નથી થયો. આમાં વ્યવસ્થાનો દોષ મનાય છે. અપરાધ વધ્યા છે, એમાં વ્યક્તિનો કોઈ દોષ નથી. જો કેવળ મધ્યમ વર્ગ હોત તો કદાચ આટલા અપરાધ ન થાત.
આજે આ ત્રણ વર્ગ બન્યા છે - ઉચ્ચ, મધ્યમ, અને નિમ્ન. એનાથી અપરાધ અને હિંસાને પ્રોત્સાહન મળ્યું છે. ગરીબીની રેખા નીચે જીવન જીવનારા વર્ગના મનમાં આકાંક્ષા જાગી, પરંતુ પ્રાપ્તિનાં સાધનોથી તે વંચિત રહ્યો. આવી સ્થિતિમાં નૈતિકતા પ્રામાણિકતા, અધ્યાત્મ, આ બધી તેના માટે બેકારની વાતો સાબિત થાય છે, તેને તે માત્ર ફોગટના રૂપમાં માને છે. તેને તે વડીલ વર્ગ દ્વારા પોતાના સ્વાર્થ માટે બનાવેલી ઢાલ માને છે. બધાનો અસ્વીકાર કરીને તે અપરાધની દુનિયામાં પ્રવેશ કરે છે. આ અર્થવ્યવસ્થાની સાથે સમાજની મનોવૃત્તિ પર ધ્યાન નહિ આપીએ તો સંપૂર્ણ આર્થિક વિકાસ થવા છતાં સમાધાન નહિ મળે. બંને સ્વર સંભળાય
અર્થવ્યસ્થા એવી હોય, જેમાં એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રનું શોષણ ન કરી શકે અને કોઈની પર પોતાની વ્યાવસાયિક અથવા વૈચારિક પ્રભુસત્તા સ્થાપિત ન કરી શકે. જો આ પ્રકારની અર્થવ્યવસ્થા બને તો આજની માગણીને કંઈક સમાધાન મળે. એ નથી કહી શકાતું કે કોઈ વ્યવસ્થા શાશ્વત બની જશે. શાશ્વત તો કંઈ છે જ નહિ, પરંતુ જે મનુષ્યકૃત છે, તેને અવશ્ય સમાધાન મળી શકે છે. જે આપણે એ વ્યવસ્થાઓને સમન્વિત કરી શકીએ, જે મહાવીર, ગાંધી, માર્ક્સ અને કેનિજને એક રૂપ કરી શકે. જ્યાં કેનિજ કહે છે – ખૂબ વિકાસ કરો, ખૂબ ઉત્પાદન કરો, સંસાધનોનો વિકાસ કરો ત્યાં મહાવીરનો આ સ્વર પણ સંભળાય છે – “યા કરું
પૂ વા વર્લ્ડ વા પાદું વ્રફમામિ તે દિવસ ધન્ય હશે, જ્યારે હું અલ્પ અથવા બહુ પરિગ્રહનો પરિત્યાગ કરીશ. એક બાજુ પરિગ્રહના પરિત્યાગની
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org