________________
અનુપાત વધી રહ્યો છે. અમેરિકામાં સત્તર ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવનારા છે. આ અનુપાત વધતો જઈ રહ્યો છે. કારણ કે ત્યાં સંપત્તિ પર એટલો કબજો થઈ ગયો છે કે બીજાઓ માટે ઘણું ઓછું વધે છે. જ્યાં સુધી આ કબજો કરવાની વાત, ઝૂંટવી લેવાની વાત રહેશે, ત્યાં સુધી સમસ્યાનું સમાધાન નહિ થાય. નવા માણસનું સર્જન
જો આપણે કંઈક થવા માગીએ છીએ, કંઈક મેળવવા ઈચ્છીએ છીએ અથવા કંઈક બનવા માગીએ છીએ તો રસ્તો બીજે હશે. જે સંગ્રહ કરવા ઇચ્છીએ છીએ તો માર્ગ બીજો હશે. આ બંને અલગ રસ્તા છે. એટલા માટે આપણે ફરીથી વિચાર કરીએ. અર્થશાસ્ત્રને ધર્મશાસ્ત્ર અથવા અધ્યાત્મશાસ્ત્રના પરિપામાં મૂકીએ. આ એટલા માટે આવશ્યક છે કે જેનાથી અર્થશાસ્ત્ર પોતાની રીતે સંચાલિત બને, પરંતુ ધર્મશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્રની છત્રછાયામાં સંચાલિત રહે. અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર, આ બધાને એક બાજુએથી અલગ કરીને ન જોવા જોઈએ. એકબીજા ઉપર એકબીજાનો જે પ્રભાવ છે, તેને જુઓ, તેનું અધ્યયન કરો, આ સચ્ચાઈને જાણો કે કયું શાસ્ત્ર કયા શાસ્ત્રને પ્રભાવિત કરી રહ્યું છે. આવું થશે તો ખરેખર એક નવા અર્થશાસ્ત્રની પરિકલ્પના ફલિત થશે. તેને ક્રિયાત્મક રૂપ આપવા માટે નવા માણસનું સર્જન કરવું પડશે. નવો માણસ જ આજની સમસ્યાઓનું સમાધાન શોધી શકશે.
-
-
-
-
-
-
-
-
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૭૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org