________________
મહાપ્રજ્ઞ)ને મારી સાથે ગામમાં મોકલો. તે ત્યાં આવીને સ્વયં પોતાની આંખો દ્વારા ગામડાંઓની સ્થિતિ નિહાળશે.
વાસ્તવમાં સ્થિતિ આ છે – કરોડો લોકોને પેટ ભરીને ખાવાનું મળતું નથી. એક અંતર અવશ્ય છે અને તે આ છે - પ્રાચીન સમયમાં માણસ ગરીબી અથવા ભૂખથી મરી જતો હતો. આજે તેને મરવા દેવામાં આવતો નથી, દુઃખ ભોગવવા. માટે જીવતો રાખવામાં આવે છે. કોઈ મૃત્યુ પામે છે તો સરકાર માટે ભય ઊભો થઈ જાય છે, નિંદા – આલોચના થાય છે. તે મરવા માટે સ્વતંત્ર નથી અને ગરીબી ભોગવતાં – ભોગવતાં જીવતો રહેવા માટે અભિશપ્ત થયેલો છે. આ સ્થિતિ છે આજના માણસની. આ સ્થિતિને ત્યાં સુધી નહિ બદલી શકાય, જ્યાં સુધી મહાવીરના આ સિદ્ધાન્ત “સ્વામિત્વનું સીમાકરણ કરો' નો સ્વીકાર કરવામાં નહિ આવે. સંગ્રહનું પરિણામ
આજના અર્થશાસ્ત્રીઓએ પણ સંગ્રહનાં બે પરિણામ બતાવ્યાં છે – ભૂખ અને યુદ્ધ મહાવીરે કહ્યું “સંગ્રહ ન કરો” જે સંગ્રહનું સીમાકરણ થાય છે તો ગરીબીની સમસ્યા સહેલાઈથી ઉકેલી શકાય છે, બેરોજગારીની સમસ્યા પણ ઉકેલી શકાય છે. બાકી રહે છે જનસંખ્યાની સમસ્યા. ગરીબી ઓછી થશે. પોષણ ઠીક મળશે તો જનસંખ્યાની સમસ્યા પણ નહિ રહે. મૂળ કારણ છે ગરીબી અને અને ગરીબીનું પ્રતિફળ છે જનસંખ્યાની વૃદ્ધિ. વિકસિત રાષ્ટ્રોની સ્થિતિ જુઓ. ત્યાં જનસંખ્યા વધારવાના પ્રયત્નો થઈ રહ્યા છે. રશિયા (રુસ)માં તે માતાઓને પુરસ્કૃત કરવામાં આવી, જે અધિક સંતાન પેદા કરે છે. જ્યારે ચીન અને ભારતમાં પરિવાર નિયોજનના પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યાં જર્મની અને વિકસિત રાષ્ટ્રોમાં પરિવાર વધારવાના ઉપક્રમો ચાલી રહ્યા છે. અનુપાત વધી રહ્યો છે.
આ વાત ઉપર ગંભીરતાથી ધ્યાન આપો. આપણે સામાજિક, રાજનૈતિક અને આર્થિક વ્યવસ્થાનાં પરિવર્તન બાહ્ય સ્તર પર કરવા માગીએ છીએ જ્યારે માણસ જીવે છે આંતરિક સ્તર પર. જ્યાં સુધી આંતરિક સ્તરનો સ્પર્શ નહીં થાય, અન્તર્જગતને નહિ અડીએ, ત્યાં સુધી સમસ્યાનું સમાધાન નહિ થાય. જ્યાં સુધી સંગ્રહ, લોભ અને સ્વાર્થની વૃત્તિને વધારવાની વાત રહેશે, ત્યાં સુધી ગરીબી રહેવાની. આંકડાઓ બતાવે છે– વિકસિત રાષ્ટ્રોમાં, અમીર રાષ્ટ્રોમાં ગરીબીનો.
આ
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૭૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org