________________
પ્રભુત્ત્વની વૃત્તિ
મનુષ્યની એક ભાવાત્મક પ્રવૃત્તિ હોય છે પ્રભુત્ત્વની, સ્વામિત્વ અને અધિકારની. રાવણે ઈન્દ્ર પાસે પોતાનો દૂત મોકલીને કહેવડાવ્યું, મારે તમારા રાજ્યની કોઈ જરૂર નથી. હું માત્ર એટલું જ ઈચ્છું છું કે તમે મારા સ્વામિત્વનો.
સ્વીકાર કરી લો, મારા આધીન બની જાઓ. પછી તમે ઇચ્છો તે કરો. અકબર પણ રાણા પ્રતાપ પાસેથી આ જ ચાહતો હતો – એક વખત મહારાણા તેને સમ્રાટના રૂપમાં સ્વીકાર કરી લે. આ પ્રભુત્વની ભાવના ખૂબ જ વ્યાપક છે. જેમની પાસે આર્થિક સામ્રાજ્ય છે, પ્રભુસત્તા છે, તે બીજાઓ ઉપર પોતાનું સ્વામિત્વ સ્થાપિત કરવા માગે છે. જે ધનવાન બની ગયા છે તેમાં એકબીજામાં સ્પર્ધા છે, બીજાઓના સ્વામી બનવાની. માનવીય સંવેદના જાગૃત હોત તો આ અપરાધિક સ્થિતિઓ વિશ્વવ્યાપી ન બનત. ગરીબીની રેખા
જે ધનવાન બન્યા છે, તેમની સ્થિતિ પણ ઓછી દુઃખદ નથી. અમીરીથી ઊભી થનારી બીમારીઓએ તે દેશોને પોતાની લપેટમાં લઈ લીધા છે. અમીરી વધુ હોય, બીમારીઓ ઓછી હોય, તેવું ક્યારેય સંભવ નથી. સંપત્તિના વિકાસની સાથે-સાથે બીમારીની સમસ્યાઓ પણ વધે છે. તેની સાથે ભાવાત્મક રુણતા પણ આવે છે. અમીરી અને ગરીબી - આ બન્નેને ક્યારેય અલગ કરી શકાતાં નથી. એક બાજુ અમીરો બીમારી ભોગવી રહ્યા છે, તો બીજી બાજુ ગરીબો પણ બીમારી ભોગવી રહ્યા છે. અપોષણ અને કુપોષણ તેમના સ્વાથ્યને બગાડી રહ્યાં છે. ગરીબ દેશોમાં ગરીબીની રેખા નીચે જીવનારા લોકોનો અનુપાત ઘણો મોટો છે. એક નિર્ધારણ કરી લીધું – ગામડાંમાં લોકોને ચોવીસસો કેલેરી મળે અને શહેરી માણસોને એકવીસસો કેલેરી મળે તો સંતુલન જળવાઈ રહેશે. આનાથી ઓછી કેલેરી મળે તો તે ગરીબીની રેખા નીચે જીવન જીવનારી સ્થિતિ બનશે. આજે ગરીબીની રેખા નીચે જીવન જીવનારાઓની સંખ્યા ગરીબ દેશોમાં, વિકાસશીલ દેશોમાં ઘણી વધારે છે. ગામડાંઓની સ્થિતિ
ઘણાં વર્ષો પહેલાંની વાત છે. પૂજ્ય ગુરુદેવ દિલ્હીમાં બિરાજી રહ્યા હતા. ડો. રામમનોહર લોહિયા આવ્યા. લોહિયાજીએ વાતચીત દરમિયાન કહ્યું, મહારાજ ! આપણા દેશમાં આજે પચ્ચીસ - ત્રીસ કરોડ લોકો એવા છે, જેમને બે વખતનું જમવાનું મળતું નથી. તમારે સાચી સ્થિતિ જાણવી હોય તો મુનિ નથમલજી (આચાર્ય
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૭૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org