________________
વાતાવરણ સુધી સીમિત રહ્યો. બંને મત મળી શક્યા નહિ જેથી વાત પૂર્ણ થઈ શકી નહિ. જો બંને મળી ગયા હોત, તો અંદરનું પણ પરિવર્તન થઈ જાત, શરીર મારું નથી અને બહારનું પણ પરિવર્તન થઈ જાત. વ્યવસ્થાગત પરિવર્તન પણ શક્ય બનત. ધન, સમ્મદા વગેરે મારાં નથી તો કદાચ એક નવું જ વિશ્વ બનત. પરંતુ આવું બન્યું નહિ, બંનેનો મેળાપ થયો નહિ. જ્યાં સમાજવાદે “આ મારું નથી.” એ સિદ્ધાન્તને દર્પશક્તિના આધારે સ્થાપિત કર્યો ત્યાં મહાવીરનો સિદ્ધાંત હૃદયપરિવર્તનના આધારે સ્વીકૃતિ પામ્યો, પરંતુ તે એક ધાર્મિક ભૂમિકા પર સ્વીકૃતિ પામ્યો, સામાજિક વ્યવસ્થાની ભૂમિકા પર સ્વીકૃત થયો નહિ. જો આ બન્ને પરિવર્તનો સંયુક્ત રૂપે લાગુ પડ્યાં હોત તો એક નૂતન વિશ્વવ્યવસ્થાનો પ્રાદુર્ભાવ થાત. મુખ્ય કારણ આ છે.
ગરીબી અને બેરોજગારી દૂર ન થવાનું કારણ મુખ્ય રૂપથી આ છે – તેની સાથે કેવળ સમાજવ્યવસ્થા છે, રાજ્યવ્યવસ્થા છે, દંડશક્તિ છે, પરંતુ આંતરિક પરિવર્તન નથી. જો આંતરિક પરિવર્તન પણ હોત તો કદાચ ગરીબીની સમસ્યા ઊકલી જતી. મહાવીરે સંવેદનશીલતા અને કરુણાને ખૂબ જ મહત્ત્વ આપ્યું હતું. સામાજિક પ્રાણી તે જ હોય છે જે સંવેદનશીલ હોય છે. જેમાં પોતાની અનુભૂતિ અને બીજાની અનુભૂતિનું જોડાણ હોય છે. તે બીજાઓને પણ પોતાની સમકક્ષ સમજે છે. જો સંવેદનશીલતાનું આ સૂત્ર સફળ નિવડ્યું હોત તો આટલી વિશાળ ધન-સંપત્તિ સંહારક અસ્ત્રો-શાસ્ત્રોમાં લગાવવાને બદલે માણસની ભલાઈમાં લાગત. યુ. એન. જી. પી.નો રિપોર્ટ
વર્તમાન સ્થિતિ જુઓ. યુ. એન. જી. પી.ના રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં પાંચ અરબ ત્રીસ કરોડ લોકો છે. તેમાં એક અરબ ત્રીસ કરોડ ધનવાન છે અથવા અમીર દેશોમાં છે અને ચાર અરબ માણસો નિર્ધન અથવા વિકાસશીલ દેશોમાં છે. આ ખૂબ મોટો તફાવત છે. તેનો અર્થ છે - સિત્યોતેર ટકા લોકો ગરીબ છે. વિશ્વની કુલ આવકના માત્ર ઓગણીસ ટકા નિધનોને મળે છે. એક્યાસી ટકા અમીરોનાં ખિસ્સામાં જાય તફાવત છે. આટલી મોટી અસમાનતાની સ્થિતિમાં ગરીબીને દૂર કરવાની વાત હાસ્યાસ્પદ લાગે છે. ગરીબી મિટાવવાની ચાવી અમીર દેશોના હાથમાં છે. તેઓ ઈચ્છે તો ગરીબીને મિટાવી દે, ઇચ્છે તો વધારી પણ દે. તેઓ આવું શા માટે ઇચ્છે?
s
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૭૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org