________________
અપહરણ વગેરેમાં અમેરિકા એક નંબર પર છે. કેટલાંક રાષ્ટ્ર છે, જેમાં બળાત્કાર, હત્યાઓ વધુ થાય છે. જર્મનીમાં પાગલપણું વ્યાપક છે. આ સ્થિતિ વિકસિત રાષ્ટ્રોની છે. બંને ઉપર ધ્યાન આપો
આપણે જ્યાં સુધી આન્તરિક અથવા ભાવાત્મક સ્થિતિને સાથે નહિ જોડીએ, ત્યાં સુધી ગરીબી, બેરોજગારી અને વસ્તીવધારાની સમસ્યાને ઉકેલી શકાશે નહિ. કેવળ નિમિત્ત અને પરિસ્થિતિ પર ચાલીએ તો એકાંગી દૃષ્ટિકોણ થશે અને કેવળ આન્તરિકતા પર ચાલીશું તો પણ એકાંગી દૃષ્ટિકોણ થશે. અનેકાન્તની દષ્ટિએ બન્નેનો સમન્વય કરીને ચાલીએ – માણસ અંદરના જગતમાં શું છે અને બહારના જગતમાં શું છે. આંતરિક જગતને પણ બદલવાનું છે અને બાહ્ય જગતને પણ બદલવાનું છે. સામ્યવાદી ધારણા
સમાજવાદી ધારણાએ એક મોટું કામ કર્યું હતું – પદાર્થ તરફ અનાસક્તિનો પ્રયોગ. ઘણી સારી અને સાર્થક કલ્પના હતી – સંપત્તિ મારી નથી, સંપત્તિ સમાજની છે. મારો તેના પર કોઈ અધિકાર નથી. આ એક ઘણો મોટો મહત્ત્વપૂર્ણ મત હતો અને છે. સામ્યવાદનું રૂપ ગમે તે બની રહે, પરંતુ સામ્યવાદની પાછળ જે એક ચિન્તન હતું, ધારણા હતી, તેનું મહત્ત્વ ક્યારેય ઓછું નહિ હોય. વ્યાપક દર્શન
મહાવીરનો મત અને સામ્યવાદની ધારણા બંનેની તુલના કરીએ. મહાવીર કહે છે વા. ર છે પિયા, ન મા - મા મારી નથી, પિતા મારા નથી. ભાઈ મારો નથી. ધન મારું નથી. મકાન મારું નથી. પત્ની મારી નથી. દીકરી મારી નથી. સામ્યવાદે પ્રયોગ કર્યો. એક બાળક જન્મ્ય અને પરિવારથી અલગ કરી દેવામાં આવ્યું. શરૂઆતથી જ એ સંસ્કાર આવી જાય છે કે આ મારું નથી. જ્યાં સુધી આ મારાપણું રહેશે, ત્યાં સુધી વ્યક્તિ ન્યાય નહિ કરી શકે, સમાજ પ્રત્યે પ્રામાણિક નહિ બની શકે. ધન મારી સંપત્તિ નથી, બધું સમાજનું છે, આ એક વ્યાપક દર્શન આપ્યું હતું સામ્યવાદે. જો આવું હોત.......
મહાવીરનો મત આત્મા સુધી સીમિત રહ્યો, પોતાની આંતરિક બાબત સુધી સીમિત રહ્યો અને સમાજવાદનો મત કેવળ બહાર સુધી સીમિત રહ્યો, સામાજિક
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
11.
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૭૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org