________________
દુષ્કાળ આવે, અકાળની સ્થિતિ ઊભી થાય, તો કોઈપણ જગ્યાએથી અનાજ મોકલી શકાય છે. આપ-લે અને સંચારનાં સાધનો એટલાં સુલભ છે કે હવે તે કોઈ સમસ્યા રહી નથી. તે સમયમાં તો દુષ્કાળની ભંયકર સ્થિતિ ઊભી જઈ જતી હતી. પાસે ધન હોવા છતાં પણ મરવા માટે વિવશ થઈ જવું પડતું હતું. વીસમી સદીમાં માણસે એટલી ક્ષમતા ઊભી કરી લીધી છે કે તે એક સ્થાનથી કોઈ વસ્તુને બીજા સ્થાન ઉપર સહેલાઈથી પહોંચાડી શકે છે. સંસાધન કઈ દિશામાં
વિશ્વની સમગ્ર સંપત્તિ સમગ્ર સંસાધન ગરીબીને નષ્ટ કરવાના ઉપયોગમાં આ ત્યાં હોત તો આજે સ્થિતિ ઘણી ભિન્ન હોત. પરન્તુ વચ્ચે વ્યવધાન આવી ગયાં. જે સમ્મદા છે, તે માણસને સુખી અથવા સંપન્ન બનાવવાની દિશામાં નથી લાગી, સંહારક શસ્ત્રોના નિર્માણમાં લાગી છે. એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રથી ભયભીત થઈ ગયું. શસ્ત્રોની જાણે કે સ્પર્ધા યોજાઈ રહી છે. હમણાં જ યુ.એન.ડી.પી. નો રિપોર્ટ આવ્યો છે, તેના આંકડાઓ જોઈએ તો જાણવા મળશે કે અર્થશક્તિ અને સંસાધન કઈ દિશામાં લાગી રહ્યાં છે. પ્રતિવર્ષ આઠસો મિલિયન ડોલર સુરક્ષા પર વ્યય થઈ રહ્યા છે. જો રૂપિયામાં હિસાબ કરીએ તો ચાલીસ લાખ એંશી હજાર કરોડ અથવા બસો અડતાળીસ અબજ રૂપિયા સુરક્ષા માટે ખર્ચાઈ રહ્યા છે. માણસની સુરક્ષા માટે નહિ, પોતાની ભૌગોલિક સુરક્ષા માટે આટલો વ્યય કરવામાં આવી રહ્યો છે.
ધનવાન દેશ વિકાસશીલ દેશોને માત્ર પચીસ મિલિયનની સહાયતા આપી રહ્યા છે. અર્થાત એક લાખ પંચાવન હજાર કરોડ રૂપિયા સહયોગના રૂપમાં આપી રહ્યા છે. હવે બંનેની તુલના કરવી સહેલી છે. સહાયતાની રકમ કેટલી ઓછી છે અને સુરક્ષા પર વ્યય કરવામાં આવનારી રકમ કેટલી વધુ છે. આર્થિક વિકાસઃ અપરાધ
મનુષ્ય ઈમોશનલ પ્રાણી છે. તેની અંદર ક્રોધ, અહંકાર, લોભ, ભય આ બધાં ઈમોશન્સ કામ કરી રહ્યાં છે. ગરીબી મિટાવવાની ભાવના પણ ક્યારેક ક્યારેક જાગે છે, પરંતુ તેનાથી પણ વધુ પ્રબળ જે ઈમોશન્સ છે, તે છે ભય અને વાસનાના, અધિકાર અને લોભના. તે એટલાં પ્રબળ છે કે કરુણાની ભાવના, સંવેદનશીલતાની ભાવના ઉત્પન્ન જ નથી થવા દેતાં. જો તે ઉત્પન્ન થઈ પણ જાય તો તેને મંદ કરી દે છે. યૂન.એન.ઓ.ના રિપોર્ટમાં જણાવ્યું છે કે એકસો તોર રાષ્ટ્રોના ઈકોનોમિક ગ્રોથમાં અમેરિકાનો આઠમો નંબર છે. પરંતુ અપરાધ, બળાત્કાર, હત્યા,
ન
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૭૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org