________________
પ્રવૃત્તિઓને સંચાલિત કરવાનું એક કારણ તો છે, પરંતુ તે એકમાત્ર કારણ નથી. તેને પણ પુરુષાર્થ દ્વારા બદલી શકાય છે. ગરીબી અને કર્મ
આપણે એવું માનીને ન બેસીએ કે ગરીબના નસીબમાં ગરીબી લખેલી છે અને અમીરના નસીબમાં અમીરી લખેલી છે. વ્યક્તિ પોતાના પુરુષાર્થથી, પોતાનાં બૌદ્ધિક બળ અને કર્તુત્વથી અઢળક સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે. જેને દ્રવ્ય, ક્ષેત્ર, સમય અને ભાવ અનુકૂળ ન મળ્યાં, બુદ્ધિની અનુકૂળતા ન રહી, પુરુષાર્થ પણ અનુકૂળ ન રહ્યો, તે માણસ ગરીબ રહી ગયો. તેનો ભાગ્ય સાથે કોઈ સમ્બન્ધ નથી; ઘણાબધા લોકો ભાગ્યના આધારે તેની વ્યાખ્યા કરે છે, પરંતુ મહાવીરે એ ક્યારેય માન્ય રાખ્યું નથી કે અમીરી અથવા ગરીબી કર્મથી થાય છે. વાસ્તવમાં પદાર્થનો યોગ થવો બાહ્ય નિમિત્તો પર વધુ નિર્ભર છે, તે પોતાનાં કર્મો પર નિર્ભર નથી. જ્યાં ગરીબી હતી, અમીરી છે.
જૈન દર્શનમાં આ પ્રશ્ન પર ઘણી ગંભીરતાથી ચિન્તન થયું છે અને આજે પણ કેટલાક વિદ્વાનો આ પ્રશ્ન પર વિમર્શ કરી રહ્યા છે. ધન મળે છે તે કર્મથી મળે છે કે બીજા કોઈ કારણથી મળે છે? જ્યાં સુધી અમે વિચાર્યું છે, ભાગ્યનો, કર્મનો, ધનની પ્રાપ્તિ સાથે કોઈ સમ્બન્ધ નથી. તેનો સમ્બન્ધ દ્રવ્ય, ક્ષેત્ર, સમય અને ભાવ સાથે છે. મધ્ય એશિયા અથવા અરબ દેશોનાં ઉદાહરણ લો. જ્યાં સુધી પેટ્રોલ ન નીકળ્યું ત્યાં સુધી ત્યાંનું વાતાવરણ ગરીબીમાં રહ્યું. પેટ્રોલ નીકળ્યા પછી તેમની સ્થિતિ એકદમ બદલાઈ ગઈ. આજે દુનિયાના અમીર દેશોમાં તેમની ગણના થાય છે. રાજસ્થાનનો એક જિલ્લો છે - ઉદયપુર - રાજસમન્દ. જ્યાં સુધી ત્યાં આરસપહાણ નહોતો નીકળ્યો ત્યાં સુધી ત્યાં ખાસ સંપન્નતા નહોતી. આરસપહાણ ઉદ્યોગ પછી આજે ત્યાં સંપન્નતા વધી ગઈ છે. વસ્તુતઃ કર્મ સાથે તેનો એટલો સમ્બન્ધ નથી, જેટલો પરિસ્થિતિ અને વાતાવરણ સાથે છે. એટલા માટે મહાવીરની વ્યવસ્થામાં ગરીબી અને અમીરીને કર્મ અથવા ભાગ્ય સાથે જોડી શકાતી નથી. આ બધું વ્યાવસાયિક કુશળતા અને કર્તૃત્વની કુશળતા પર નિર્ભર છે. દુષ્કાળની સમસ્યા
તે સમયની એક મુશ્કેલી હતી દુષ્કાળ. દુષ્કાળના સમયે વિપત્તિ આવી જતી હતી. વીસમી સદીમાં આપણે દુષ્કાળની ભંયકરતાની કલ્પના કરી શકીએ નહિ. વીસમી સદીમાં એટલાં સાધનો ઉપલબ્ધ છે કે દુનિયાના કોઈપણ ભૂ-ભાગમાં
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org