________________
બંને જનસંખ્યા વૃદ્ધિનાં સૌથી પ્રમુખ કારણ બને છે. અતીતઃ વર્તમાન
અઢી હજાર વર્ષ પૂર્વે આ સમસ્યા નહોતી. ગરીબી હતી, થોડાક અંશોમાં બેરોજગારી હતી, પરંતુ જનસંખ્યા અધિક નહોતી. વ્યવસ્થા ગામ ઉપર નિર્ભર હતી. લોકો ગામડાઓમાં જ કામ ચલાવી લેતા હતા, ત્યાં જ બધું બનાવી લેતા. ગામની અંદર જ સમગ્ર સામાન્ય જરૂરિયાતો પૂરી થઈ જતી. તે સમયે બીમારી પણ ખૂબ વધારે નહોતી. જંગલોની જડી-બુઓિથી જ સામાન્ય બીમારીઓનો ઈલાજ થઈ જતો હતો.
વર્તમાન કાળખંડમાં વસ્તી પણ ઘણી વધી ગઈ છે. તેની પૂર્તિનાં સાધન પણ નથી. ગામ લગભગ ખાલી થતાં જાય છે અને મોટાં-મોટાં શહેર બની રહ્યાં છે. મહાનગરની જનસંખ્યા એક કરોડથી પણ વધુ છે. ગામ અને ગામના પરિપાર્શ્વ પર બધું નિર્ભર છે. આવી અવસ્થામાં બેરોજગારીની સમસ્યા વધી છે. કામ ઘણું છે. પરંતુ તેને શોધવાની દરેકની વ્યાવસાયિક બુદ્ધિ સરખી નથી હોતી. એટલા માટે બેરોજગારીની વાત સામે આવે છે. ભાગ્યવાદી અવધારણા
એક ધારણા જોવા મળે છે. ભાગ્યવાદની. ભારત અને એશિયા મહાદ્વીપમાં તો આ ભાગ્યવાદની ધારણા ઘણી પ્રગાઢ રહી છે. માણસ એ વિચારીને હાથ પર હાથ ધરીને બેસી જશે કે પરમાત્માની જેવી મરજી હશે, તેવું થશે કે ભાગ્યમાં જેવું લખ્યું હશે, તેવું થશે. શા માટે વ્યર્થમાં હાથ-પગ હલાવીએ? ભાગ્યવાદિતાની આ મનોવૃત્તિએ ગરીબી અને બેરોજગારીના વધારામાં પોતાનો ફાળો આપ્યો છે. મહાવીરનું સૂત્ર
મહાવીર અનેકાન્તવાદી હતા, તેઓ ન કેવળ ભાગ્યવાદી હતા અને ન કેવળ પુરુષાર્થવાદી. તેમના મનમાં ભાગ્ય અને પુરુષાર્થ – બંનેનો સમન્વય હતો. ભાગ્ય પણ કામ કરે છે, પરંતુ પુરુષાર્થમાં એટલી શક્તિ છે કે તે ભાગ્યને પણ બદલી શકે છે. મહાવીરે એક સૂત્ર આપ્યું હતું, જેવું લખ્યું છે, તેવું નહિ થાય. ઘણાબધા દાર્શનિકો એવું માનતા હતા, જેવું ભાગ્યમાં લખ્યું છે, તેવું જ થશે. કોઈ તેને બદલી શકતું નથી, ઓછું - વતું કરી શકતું નથી, પરંતુ મહાવીરે એવો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો નથી. તેમણે કર્મવાદનાં નવાં સૂત્રો શોધ્યાં અને કહ્યું, ભાગ્ય આપણી
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૬૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org