________________
વસ્તી
I પર્યાવરણમાં સુધારો લાવવો.
I બેરોજગારીનું (બેકારીનું) ઉન્મૂલન કરવું.
ગરીબી અને પર્યાવરણની વચ્ચે વસ્તીની વૃદ્ધિ છે. વસ્તી વધે છે તો ગરીબી પણ વધે છે, પર્યાવરણ પણ દૂષિત થાય છે. સૌથી પહેલી વાત છે વસ્તી—વધારા પર નિયંત્રણ કેવી રીતે આવે ? તેના માટે અનેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, ક૨વામાં આવી રહ્યા છે. પરંતુ તેની પર અંકુશ નથી આવ્યો વસ્તી સતત વધતી રહી છે. કેટલાંક વર્ષ પહેલાં હિન્દુસ્તાનની વસ્તી લગભગ એંશી કરોડની હતી. હવે નેવું કરોડને પણ વટાવી ચૂકી છે. કહેવામાં આવે છે – ભારત એકવીસમી સદીનું સ્વાગત એક અરબ ત્રીસ કરોડની જનસંખ્યા સાથે ક૨શે. જ્યારે વસ્તી વધે છે ત્યારે પદાર્થ પર પણ અસર પડે છે, ગરીબી અને અભાવની સમસ્યા પણ ઘે૨ી બને છે. પર્યાવરણની સમસ્યા પણ જટિલ બને છે.
વસ્તી શા માટે વધે છે ?
એક મોટો પ્રશ્ન છે - વસ્તીને વધતી કેવી રીતે રોકવી ? આજથી અઢી વર્ષ હજાર વર્ષ પૂર્વ વસ્તી ઘણી ઓછી હતી. વસ્તીના ઘટવા-વધવામાં પણ કેટલાંક કારણ હોય છે. દરેક હાનિ અને લાભની પાછળ મહાવીરે ચાર કારણ બતાવ્યાં. દ્રવ્ય, ક્ષેત્ર, સમય અને ભાવ, લાભ અને ગેરલાભમાં આ ચારે નિમિત્ત બને છે. જૈન સાહિત્યમાં ઉલ્લેખ છે ભગવાન ઋષભના પછી તીર્થંકર અજીતનો સમય એવો આવ્યો, કે વસ્તી સૌથી વધારે વધી. જનસંખ્યા વૃદ્ધિમાં કાળખંડ પણ નિમિત્ત બને છે.
ગરીબી અને જનસંખ્યા
એમ લાગે છે ગરીબી અને જનસંખ્યાને પણ કોઈ નિકટનો સંબંધ છે. ગરીબને સંતાન વધારે હોય છે, કારણ કે કુપોષણમાં વસ્તી વધુ વધે છે. વિકસિત રાષ્ટ્રોમાં વસ્તીવધારો ઓછો છે. અવિકસિત અને નિર્ધન રાષ્ટ્રોમાં વસ્તીવધારાનો અનુપાત વધારે છે. પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં એક પ્રસંગ આવે છે દરિદ્રતા દુઃખદાયક છે અને તેની સાથે જોડાયેલું દુઃખ છે સંતાનની અધિકતા. દરિદ્રતાની પીડા અને સંતતિના આધિક્યની પીડા - બંને બાજુથી માણસ પિડાય છે. જનસંખ્યા વૃદ્ધિનાં અનેક કારણ હોઈ શકે છે, પરંતુ કાળખંડનો પ્રભાવ અને કુપોષણ - આ
મહાવીરનું અર્થશાસ્ત્ર ઃ ૬૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org