________________
સ્વતંત્રતાનો પ્રશ્ન
આપણે એક વાત ઉપર બીજો વિચાર કરીએ. સ્વતંત્રતા અને સુખ – આ બંને લાંબા સમય સુધી અભિપ્રેત રહ્યાં છે. માણસ ઈચ્છતો રહ્યો છે – સ્વતંત્ર રહું અને સુખી રહ્યું. જ્યાં મહાવીર અને ગાંધીનો પ્રશ્ન છે, ત્યાં નિતાત્ત સ્વતંત્રતાનો પ્રશ્ન છે. વ્યક્તિ સ્વતંત્રતા સર્વપ્રથમ માન્ય છે. જ્યાં વ્યક્તિની સ્વતંત્રતા બાધિત હોય, તે સ્થિતિ ન મહાવીરને માન્ય છે કે ન ગાંધીને. માર્સે પણ આ અર્થમાં ઓછી દોડ નથી લગાવી. તેમણે પણ એક સ્વપ્ન જોયું અને તે ઘણું મહત્ત્વપૂર્ણ છે. “સ્ટેટલેસ સોસાયટી' રાજ્યવિહીન સમાજ – આ કેટલું મોટું સ્વપ્ન છે. એવી સ્વતંત્રતા, જ્યાં કોઈ શાસન જ નહિ.
કેનિજ આવું સ્વપ્ન ન જોઈ શક્યા. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં સ્વતંત્રતા તો માન્ય છે પરંતુ તેઓ “સ્ટેટલેસ સોસાયટી'ની કલ્પના અને તેનું પ્રતિપાદન કરી શક્યા નહિ. માર્શે એવું કર્યું, પરંતુ જ્યાં કેન્દ્રિત અર્થવ્યવસ્થા હોય, ત્યાં રાજ્યવિહીન શાસનનું સ્વપ્ન કેવી રીતે જોઈ શકાય ? ત્યાં તો હિંસા અને દંડનો સહારો લેવો જ પડે. ત્યાં તાનાશાહી ન ચાલી શકે. સ્વતંત્રતાની વાત ન થઈ શકે.
લેનિને માર્ક્સના સપનાને સાકાર કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સ્ટાલિનના હાથમાં જેવી સત્તા આવી કે તાનાશાહીનું રૂપ એટલું વિકરાળ બની ગયું, કે સ્વતંત્રતા માટે અવકાશ જ ન રહ્યો. સમગ્ર સ્થિતિ બદલાઈ ગઈ, માર્ક્સનું તે સપનું અધૂરું રહી ગયું. પદાર્થ અને સ્વતંત્રતા
સ્વતંત્રતા પદાર્થની સાથે નથી જોડાઈ શકતી. જ્યાં-જ્યાં પદાર્થનો વિકાસ થાય છે ત્યાં-ત્યાં માનવી પરતંત્ર બની જાય છે. પહેલાં પદાર્થ કોઈ વ્યક્તિનો ગુલામ બની જાય છે. પછી વ્યક્તિ પદાર્થનો ગુલામ બની જાય છે. જેમ કહેવાય છે – પહેલાં માણસ દારૂ પીએ છે, પછી દારૂ માણસને પીવા લાગે છે. ઠીક તેવી જ રીતે આ પણ કહેવાય છે કે – પહેલાં માણસ પદાર્થને પોતાના આધીન બનાવવાનો પ્રયત્ન કરે છે, પછી પદાર્થ તેને પોતાને આધીન બનાવી લે છે. એટલો આધીન બનાવી લે છે કે વ્યક્તિ મૃત્યુપર્યત પદાર્થને છોડી શકતી નથી.
એક વ્યક્તિ મૃત્યુશધ્યા પર હતી, છેલ્લી ઘડીઓ ગણી રહી હતી. સમગ્ર પ્રાણશક્તિને એકઠી કરીને મોટા દીકરાને બોલાવ્યો. મોટો દીકરો બોલ્યો,
મહાવીરનું અર્થશાસ્ત્ર ઃ ૮૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org