________________
પિતાજી ! હું અહીં બેઠો છું.'' પછી ક્રમશઃ બીજાને, ત્રીજાને અને ચોથાને બોલાવ્યો. બધાએ કહ્યું, પિતાજી ! અમે અહીં છીએ !'' તેમણે ઊંચા અવાજે કહ્યું મૂર્ખાઓ! બધા અહીં છો, તો દુકાને કોણ છે?'' સ્વતંત્રતાની ભાષા
પહેલાં પદાર્થ સામે રહે છે પછી વ્યક્તિ પદાર્થને આધીન બની જાય છે, તો સ્વતંત્રતા આપમેળે જ છિનવાઈ જાય છે. મહાવીર સ્વતંત્રતાની જે પરિભાષા આપી, તે એ છે - ઈચ્છા - પરિમાણનો જેટલો વધારે વિકાસ થશે, તેટલા જ તમે સ્વતંત્ર રહી શકશો. ગાંધીની ભાષા પણ લગભગ આ જ છે. પરંતુ માર્ક્સની ભાષામાં એક બાજુ છે શાસનવિહીન સમાજ, બીજી બાજુ છે પદાર્થનો પ્રચુરતમ વિકાસ. આ બંનેમાં પરસ્પર એટલો વિરોધ છે કે બંને વાતો એકસાથે નથી ચાલી શકતી. કેનિજનો અર્થાર્જનમાં વ્યક્તિગત સ્વતંત્રતાનો સિદ્ધાન્ત પણ સ્થાયી નથી થઈ શકતો. સ્વતંત્રતાની સાથે પરોક્ષ રૂપે પરતંત્રતાનાં ન જાણે કેટલાં બંધન આવે છે. મૂડીવાદી વ્યવસ્થામાં પ્રત્યક્ષતઃ અર્થાર્જનમાં કોઈ પ્રતિબંધ નથી પરંતુ પ્રકારાન્તરથી કેટલાં બંધન લાગી જાય છે, તે અપહરણ અને ચોરી કરનારા જાણે છે. આજે તો તેના એટલા બધા ઉપાયો વિકસિત થઈ ગયા છે કે એક વ્યક્તિ દ્વારા અર્જિત ધનમાં ભાગીદારી કેવી રીતે વહેંચી શકાય? આ ભાષામાં વિચારાય છે– તે સંવિભાગ કરવાનું નથી જાણતા તો અમે સંવિભાગ કરવાનું જાણીએ છીએ. આ અર્થમાં વિચારીએ તો પરતંત્રતાની વાત અત્યંત સાપેક્ષ બની જાય છે, સ્વતંત્રતા અને પરતંત્રતાનું બિંદુ ખૂબ િચન્તીય બની જાય છે. નવી દિશા ખૂલે
આ સમગ્ર માપદંડોથી આપણે મહાવીર, ગાંધી, માર્ક્સ અને કેનિજના વિચારોને, તેમની પ્રકૃતિને સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ તો તેમના દ્વારા મળેલી વ્યવસ્થાને આપણે સમજી શકીએ. મહાવીર પ્રત્યક્ષતઃ કોઈ અર્થશાસ્ત્રી નહોતા. તેઓ તો અપરિગ્રહી હતા. પરંતુ તેમના અપરિગ્રહમાંથી અર્થશાસ્ત્રનાં તમામ સૂત્ર ફલિત થાય છે. ગાંધી પણ પ્રત્યક્ષ રીતે એક સાધક હતા. તેમણે રાજનીતિનું માધ્યમ લીધું એટલા માટે અર્થવ્યવસ્થાનું પણ કેટલુંક પ્રતિપાદન કર્યું. માર્ક્સ અને કેનિજ - આ બંને વિશુદ્ધ અર્થશાસ્ત્રીય વ્યક્તિત્વ હતાં. એટલા માટે અર્થશાસ્ત્રને સમજવા માટે આ બંનેને સમજવા પડશે, પરંતુ કેવળ અર્થશાસ્ત્રને સમજીને આપણે સમાજને
1111
:
:
: '
.'
'
1
'
'
'
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૮૫
S
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org