________________
સુવિધા અને સુખ
એક ભ્રમ ઊભો થઈ ગયો – સુખ અને સુવિધાને આપણે એક માની લીધાં. આ ભ્રમને ન માર્ક્સ તોડી શક્યા, ન કેનિજ તોડી શક્યા. જે તેમનો વિચાર આ હોત કે આપણે પોતાની અર્થશાસ્ત્રીય અવધારણાઓ અને અર્થવ્યવસ્થાના વિકાસ દ્વારા મનુષ્યને સુવિધા ઉપલબ્ધ કરાવી શકીએ છીએ, સુખ માટે તેમને હજુ આગળ શોધ કરવાની બાકી છે તો આજની સ્થિતિ કંઈક જુદી હોત. ન આટલી હિંસા હોત, ન આટલા અપરાધ થતા, ન આટલી માનસિક વિક્ષિપ્તતા હોત. તેમણે સુવિધા અને સુખને એક જ માની લીધાં. જેમને ખોરાક નહોતો મળતો, તેમને ખોરાક મળ્યો તો સુવિધા થઈ ગઈ. પરંતુ તેમને સુખ મળ્યું, તે કહેવું મુશ્કેલ છે, કારણ કે સુખ સંવેદના સાથે જોડાયેલું હોય છે અને ખોરાક ભૂખ સાથે જોડાયેલ હોય છે. ભૂખ મટી તો સમજો એક વ્યથા દૂર થઈ, પરંતુ સુખ મળ્યું, તે તો કહી શકાય નહિ. એક કરોડપતિ અથવા અરબપતિ માણસ રોટલી ખાઈ રહ્યો છે અને સાથે દુઃખ પણ ભોગવી રહ્યો છે. દુઃખ પણ ખાઈ રહ્યો છે તે રોટલીની સાથે. રોટલી ખાતી વખતે ફોન આવ્યો. અમુક જગ્યાએ આટલું નુકસાન થઈ રહ્યું છે, દુર્ઘટનામાં આટલું નુકસાન થઈ ગયું. બસ, આ સાંભળતાંની સાથે જ તે દુઃખી બની જશે. ખોરાક સુખનું સાધન હોત તો તે દુઃખી ન બનત. આપણે એ માનીને ચાલીએ કે રોટલી ભૂખ શાન્ત કરવાનું સાધન છે, સુખનું સાધન નથી. માર્ક્સ અને કેનિજ જો આ ચિંતનમાં સ્પષ્ટ હોત તો ખરેખર આજે સ્થિતિ અલગ હોત. સુખ-દુઃખનો સંબંધ
એક ખૂબ જ સંપન્ન વ્યક્તિ હોટલમાં બેઠી હતી. છોકરો દોડતો – દોડતો આવ્યો. તેણે કહ્યું, પિતાજી ! આપણી સૌથી મોટી બિલ્ડિંગમાં આગ લાગી ગઈ, મકાન બળીને ભસ્મ થઈ ગયું. આ સાંભળીને તે દુઃખમાં ડૂબી ગયો. એટલામાં બીજો દીકરો આવ્યો. બોલ્યો – મકાન તો બળી ગયું, પરંતુ સંતોષની વાત એ છે કે તે મકાનને પહેલાં જ વેચી દીધું હતું. તેની પૂરી કિંમત આપણને પ્રાપ્ત થઈ ગઈ છે. તરત જ તેનું સમગ્ર દુઃખ દૂર થઈ ગયું.
સુખ-દુઃખ કોની સાથે જોડાયેલાં છે? સંવેદના સાથે જોડાયેલાં છે. મકાન બળી રહ્યું છે કે બચી રહ્યું છે, તેનો કોઈ અર્થ નથી. પદાર્થ ગૌણ છે, મુખ્ય છે આપણું સંવેદન. મહાવીરે સુખ અને સુવિધા બંનેને અલગ બતાવ્યાં. સુખ અલગ છે, સુવિધા અલગ છે. તેમણે કહ્યું – જેને સુખ માનો છો, તે પણ ક્ષણિક છે. ક્ષણભર સુખ મળ્યું, પરંતુ પરિણામ સમયે તે લાંબું દુઃખ બની શકે છે.
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૮૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org