________________
સંપન્નતાનો વિકાસ કરવાનો છે, જેથી હજુ આપણા માટે અહિંસા, નૈતિક મૂલ્ય વગેરેનો વિચાર કરવાનો સમય નથી.” તેમણે કહ્યું – “અર્થશાસ્ત્ર જ વિજ્ઞાન છે.' આ વિજ્ઞાનના સંદર્ભમાં નૈતિકતા – અનૈતિકતાનો તેમની સમક્ષ કોઈ પ્રશ્ન નહોતો. તેના પર વિચાર કરવાનું એથિક્સનું કામ છે, નીતિશાસ્ત્રનું કામ છે. નીતિશાસ્ત્રના વિષયને અર્થશાસ્ત્રનો વિષય ન બનાવવો જોઈએ. એટલા માટે તેઓ નૈતિકતા, અહિંસા, સાધનશુદ્ધિ, ચરિત્ર વગેરે કોઈપણ વિષયને મહત્ત્વ આપવા માટે તૈયાર થયા નહિ. પ્રયોજન
પાંચમું પેરામીટર છે પ્રયોજન. સામે કોઈ પ્રયોજન હોવું જોઈએ. મહાવીરે એક પ્રયોજનનું પ્રતિપાદન કર્યું – અવ્યાબાધ સુખ - આપણે એવું કામ કરવાનું છે, જેની પાછળ કોઈ અવરોધ ન હોય, કોઈ દુઃખ ન હોય. એક દુઃખાનુગત સુખ છે અને એક કેવળ સુખ. એક સુખ હોય છે, જેની પાછળ પાછળ દુઃખ ચાલે છે. જેમાં દિવસની પાછળ રાત્રી ચાલે છે. તે દુઃખાનુગત સુખ હોય છે. તે અવ્યાબાધ સુખ નથી હોતું, આબાધ સુખ હોય છે. મહાવીરે કહ્યું, એવું સુખ મેળવી શકાય છે, જેની પાછળ કોઈ બાધા ન હોય, જે શાશ્વત છે. તે સુખને મેળવવાનું આપણું પ્રયોજન છે.
ગાંધીજીનું એક સ્થૂળ લક્ષ્ય હતું - સ્વરાજ અથવા સ્વતંત્રતાની પ્રાપ્તિ. આ રાજનીતિક લક્ષ્ય હતું, કિન્તુ મૂળ લક્ષ્ય નહોતું. તેમનું મુખ્ય લક્ષ્ય હતું - ઈશ્વરીય સાક્ષાત્કાર અથવા સત્યને મેળવવું, સત્ય સુધી પહોંચી જવું. માર્ક્સ અને કેનિજનું લક્ષ્ય
માર્ક્સ અને કેનિજ – આ બંનેનું એક લક્ષ્ય હતું સુખ - સંતુષ્ટિ. સમાજને સુખ અથવા સેટિફેક્શન મળે. એટલું ધન મળી જાય કે ગરીબી દૂર થાય. સુખ મળે. પરંતુ સુખની પાછળ જે આવી રહ્યું છે તેના પર વિચાર ન કર્યો. ભૂખ્યાને ભોજન મળ્યું, સુખ મળ્યું, કોઈ વસ્ત્રહીનને વસ્ત્ર મળ્યું, સુખ મળ્યું. ખુલ્લા આકાશ નીચે સૂનારને છત મળી તો સુખ મળ્યું. કોઈ બીમારને દવા મળી, સુખ મળ્યું. જ્યાં આર્થિક પ્રયોજન હોય, ત્યાં આનાથી આગળ વધી શકાય નહિ. જો અધ્યાત્મનું દર્શન તેમની સમક્ષ હોત તો સુખની કલ્પના કંઈક જુદી હોત. પરંતુ આર્થિક જગતમાં આ જ ચરમ સીમા છે. અર્થશાસ્ત્રની સીમાને પાર કરીને તેઓ થોડા ઊંડા ચિંતનમાં ઊતર્યા હોત તો કદાચ તેમની સુખની ધારણા પણ બદલાઈ જાત.
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૮૨
- - - - - - - - - - - - -
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org