________________
અહિંસાથી તેની સંપૂર્તિ થાય તો સારી વાત છે, પરન્તુ નથી થતી તો હિંસાનું આલંબન લેવામાં અચકાવાનું નથી, સંકોચ કરવાનો નથી. તેમનો સ્પષ્ટ મત હતો - વડીલ વર્ગ ક્યારેય પોતાના અધિકારને છોડવા નહિ માગે. વર્ગ સંઘર્ષ અનિવાર્ય છે અને તેમાં હથિયારોનો ઉપયોગ પણ અવશ્યભાવી છે.
સાધનશુદ્ધિની વિચારધારા
મહાવીર અને ગાંધીજી બંને સાધનશુદ્ધિ પર ભાર મૂકે છે. મહાવીરે ભારતીય ચિંતનમાં સૌથી વધુ ભાર સાધનશુદ્ધિ પર આપ્યો છે. સાધનશુદ્ધિ નથી તો તેમના માટે કંઈ પણ કામ્ય નથી. મનથી, વચનથી, કર્મથી આપણું સાધન શુદ્ધ હોવું જોઈએ. ઇતિહાસકાળમાં મહાવીર પછી આચાર્ય ભિક્ષુ, જે તેરાપંથના પ્રવર્તક છે— તેમણે સાધનશુદ્ધિના વિષયમાં વિસ્તારથી ચર્ચા કરી છે. તેમણે કહ્યું - જ્યાં સાધન શુદ્ધ નથી, હૃદય-પરિવર્તન નથી, ત્યાં સારાં સાધન ક્યારેય પ્રાપ્ત નથી થઈ શકતાં. મહાત્મા ગાંધીએ પણ સાધનશુદ્ધિને વ્યાપક મહત્ત્વ આપ્યું છે. આ બંનેના વિચારોનો સંબંધ જોડાય છે. ગુજરાતના એક લેખક છે ગોકુળભાઈ નાનજી. તેમણે પોતાના એક પુસ્તકમાં લખ્યું - આચાર્ય ભિક્ષુના ચોથા પટ્ટધર જયાચાર્ય દ્વારા સાધનશુદ્ધિનું જે સૂત્ર હતું, બીજ હતું, તે શ્રીમદ્ રાજચન્દ્રની પાસે પહોંચ્યું અને શ્રીમદ્ રાજચન્દ્ર દ્વારા તે સૂત્ર મહાત્મા ગાંધી સુધી પહોંચ્યું. ગાંધીજીનું મંતવ્ય
આ પ્રમાણે સાધનશુદ્ધિની એક સંપૂર્ણ શ્રૃંખલા અને તાદાત્મ્યની કડી પ્રાપ્ત થાય છે. શ્રીમદ્ રાજચન્દ્ર અને મહાત્મા ગાંધી સાધનશુદ્ધિ પર અટલ વિશ્વાસ કરતા હતા. પરંતુ માર્ક્સ શુદ્ધ આર્થિક વ્યક્તિ હતા. જ્યાં શુદ્ધ આર્થિક ચિંતન હોય છે, ત્યાં સાધનશુદ્ધિનો વિચાર ગૌણ બની જાય છે. એવું નથી કે તે હિંસાના હિમાયતી હતા અથવા યુદ્ધના સમર્થક હતા, પરંતુ તેમની સામે આ પ્રશ્ન નહોતો કે કેવળ સાધનશુદ્ધિ પર જ ચાલવાનું છે. ગાંધીએ કહ્યું, ‘શુદ્ધ સાધનથી સ્વતંત્રતા મળતી હોય તો મને માન્ય છે. જો યુદ્ધ અથવા હિંસાથી મળતી હોય તો આજે જ હું મારા સંઘર્ષોને ત્યાગવા માટે તૈયાર છું. એવી સ્વતંત્રતા મારે નથી જોઈતી. હું આઝાદી ઇચ્છું છું અહિંસા દ્વારા, ભલે તે સો વર્ષ પછી મળે.' માર્ક્સ અને કેનિજનો સાધનશુદ્ધિ પર આટલો અટલ વિશ્વાસ નહોતો કારણ કે બંને આધ્યાત્મિક નહિ, આર્થિક વ્યક્તિત્વ હતાં.
કેનિજના વિચાર
માર્ક્સ સાધનશુદ્ધિના વિચારને ગૌણ કરી દીધો. કેનિજે કહ્યું - ‘હજુ આપણે
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૮૧ :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org