________________
કરી શકાય છે. તેને આધારે કરુણાની પ્રેરણા મેળવીને માર્ક્સ સામ્યવાદી અર્થવ્યવસ્થાનું પ્રતિપાદન કર્યું અને તેમાં બતાવ્યું કે મનુષ્ય આર્થિક સ્થિતિથી આગળ જઈ શકે છે. તે ભૂખ્યો રહે તે કોઈ કર્મનું વિધાન નથી. કપડાં ન મળે, ખોરાક ન મળે, આ કોઈ કર્મનું ફળ નથી. તેને એક વ્યવસ્થા દ્વારા પરિવર્તિત કરી શકાય છે.
ન
સ્વાર્થની પ્રેરણા
કેનિજની પાછળ સ્વાર્થની પ્રેરણા છે. સંપન્નતાનો વિકાસ અને સૌ કોઈને સંપન્ન બનાવવાની પ્રેરણાથી તે પ્રભાવિત હતો. પ્રત્યેક વ્યક્તિ સંપન્ન બની જાય. તેમાં સ્વાર્થની પ્રેરણા રહી. તેમનું પ્રતિપાદન રહ્યું - સ્વાર્થ સૌથી મોટી પ્રેરણા છે. તેને જેટલી પ્રબળ કરવામાં આવશે, તેટલો જ વિકાસ થશે. કેનિજનો સમગ્ર સિદ્ધાન્ત જ સ્વાર્થને વધારવાનો છે. લોભ વધારો, સ્પર્ધા કરો, આર્થિક વિકાસ થશે. સાધ્ય
ત્રીજું પેરામીટર છે સાધ્ય. સાધ્ય શું હોય ? માણસ કોઈપણ કાર્ય કરે છે, તેમાં સાધ્યનું નિર્ધારણ પહેલાં કરે છે પછી સાધનની પસંદગી કરે છે.
મહાવીરનું સાધ્ય હતું - આધ્યાત્મિક વિકાસ, ગાંધીજીનું સાધ્ય હતું આધ્યાત્મિક વિકાસ અને સાથેસાથે સર્વોદયી અથવા ગ્રામ્યવ્યવસ્થા, વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાનો વિકાસ. પરંતુ તેમનું મૂળ સાધ્ય આધ્યાત્મિક વિકાસનું હતું.
માર્ક્સનું સાધ્ય ૨હ્યું આર્થિક વિકાસ. તેમનો સમગ્ર મત તેના પર કેન્દ્રિત છે કે અર્થનો વિકાસ કેવી રીતે થાય. તેમના માટે બાકીનું બધું ગૌણ બની ગયું પણ બધાને બધું મળે આ તેમનો પ્રયત્ન હતો. કેનિજનું લક્ષ્ય પણ આર્થિક વિકાસનું રહ્યું.
આ અર્થમાં મહાવીર અને ગાંધી બંને એક કોટિમાં તથા માર્ક્સ અને કેનિજ બીજી કોટિમાં આવી જાય છે. સાધનની પસંદગી
ચોથું પેરામીટર છે સાધનની પસંદગી. આ ખૂબમહત્ત્વપૂર્ણ છે. સાધ્ય ક્યારેક ક્યારેક એક પણ થઈ શકે છે, પરન્તુ સાધનમાં ઘણો તફાવત રહે છે. મહાવીરે પોતાના સાધ્યની સંપૂર્તિ માટે સાધનની પસંદગી કરી અહિંસા, અપરિગ્રહ અને સંયમ. મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના રૂપમાં સાધનની પસંદગી કરી. માર્ક્સ સાધનની પસંદગીના સંદર્ભમાં પોતાની નીતિ સ્પષ્ટ કરતાં કહ્યું, આપણું સાધ્ય છે આર્થિક વિકાસ, ગરીબીને મિટાવવી અને ગરીબીની પીડાને દૂર કરવી.
મહાવીરનું અર્થશાસ્ત્ર ઃ ૮૦
00000 3
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org