________________
પ્રેરણા
બીજું પેરામીટર છે – પ્રેરણા. પ્રેરણા શું છે? વ્યક્તિ કોઈ પ્રેરણાથી પ્રેરિત થઈને જ કામ કરે છે. જેવી પ્રેરણા હોય છે, તેવું તે કામ કરતી હોય છે.
મહાવીરની પ્રેરણા પરમાર્થ હતી. અર્થની સાથે ત્રણ અવસ્થાઓ બને છે – સ્વાર્થ, પરાર્થ અને પરમાર્થ. મહાવીરની પ્રેરણા પરમાર્થની છે. પરમ અર્થને પ્રાપ્ત કરવો. પરમ અર્થનો ભારતીય ચિંતનમાં અર્થ છે – મોક્ષ, બંધનમુક્તિ. બંધનમુક્ત થવું અર્થાત્ પરમ અર્થને પ્રાપ્ત કરવો.
મહાત્મા ગાંધીની પ્રેરણા પણ આ જ છે. ગાંધીજી પણ પોતાનું અંતિમ લક્ષ્ય મોક્ષ માને છે. કરુણા
માર્ક્સની પાછળ કરુણાની પ્રેરણા છે. માર્ક્સ એક અર્થશાસ્ત્રી હોવાની સાથોસાથ અત્યંત કરુણાશીલ અને સંવેદનશીલ વ્યક્તિ છે. ભારતમાં સર્વોદયના વિચારકોએ તેમને ઋષિતુલ્ય માન્યા છે. તેઓ ગરીબીની પીડા અને યાતના ભોગવી ચૂક્યા હતા. તેમના મનમાં કરુણા હતી અને તેનાથી પ્રેરાઈને તેમણે સામ્યવાદી અર્થશાસ્ત્રનું પ્રતિપાદન કર્યું. તેમણે કહ્યું - ગરીબીને મિયવી શકાય છે. ગરીબી અને અમીરી આ બંને મનુષ્યક્ત છે, એટલા માટે મનુષ્ય આ બંનેને સમાપ્ત કરી શકે છે. ગરીબી મનુષ્યરચિત છે જેથી તે તેને મિટાવી શકે છે. તે જ પ્રમાણે અમીરી પણ મનુષ્યરચિત છે. ગરીબી અને અમીરીનું કારણ
આ વિચારમાં માર્ક્સ મહાવીરની નજીક આવી જાય છે. મહાવીરનો પણ આ અર્થમાં એ સિદ્ધાન્ત રહ્યો – અમીરી અને ગરીબી મનુષ્યરચિત છે અથવા દ્રવ્ય, ક્ષેત્ર, સમય અને ભાવકૃત છે. આ બંને કોઈ ઈશ્વરની દેન પણ નથી અને કોઈ કર્મકૃત પણ નથી. ઘણા બધા દાર્શનિકો તેને કર્મકૃત માનતા હતા.ઘણાખરા જૈન લોકો પણ આને કર્મકૃત માની લેતા હતા, પરંતુ વાસ્તવમાં જૈનોનું જે કર્મશાસ્ત્ર છે, તેનો અભિમત છે – અમીરી અને ગરીબી, ધન મળવું અને તેનું ચાલ્યા જવું, આ કોઈ કર્મનું પરિણામ નથી. આ કાળકૃત, પરિસ્થિતિ કૃત, ક્ષેત્રકૃત પરિણામ નથી. આ કાળકૃત, પરિસ્થિતિકૃત, ક્ષેત્રકૃત અથવા વિશેષ અવસ્થાકૃત એક પર્યાય છે, જેનાથી માણસ ગરીબ બની જાય છે અથવા તો અમીર બની જાય છે. આ કોઈ શાશ્વત તત્ત્વ નથી કે ગરીબ ગરીબ રહે અને અમીર અમીર રહે.
આ માનવીય છે, માનવકૃત છે તેથી તેને બદલી શકાય છે, તેમાં પરિવર્તન
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૭૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org