________________
છ પેરામીટર
કોઈ વ્યક્તિને જાણવા માટે આપણે પેરામીટરનો ઉપયોગ કરીએ છીએ. આ ચાર વ્યક્તિત્વની તુલના આપણે નીચેના માપદંડોના આધારે કરી શકીએ.
I અભિમુખતા
પ્રેરણા સાધ્ય T સાધન પ્રયોજન
સ્વતંત્રતા અભિમુખતા
કયો માણસ કઈ દિશામાં જઈ રહ્યો છે, તેનું મુખ કઈ બાજુ છે, તેના આધારે તેના વિશે ઘણુંબધું જાણી શકાય છે.
મહાવીર આત્માભિમુખ છે. તેમનું મુખ, તેમની દિશા અધ્યાત્મ તરફ છે.
ગાંધી ઈશ્વરાભિમુખી છે. વૈષ્ણવ સંસ્કારોમાં પાલન-પોષણ થયેલું હોવાથી તેઓએ ઈશ્વરને જ સર્વસ્ય માન્યો છે. તેમનું એક સૂત્ર હતું – “ઈશ્વર જ સત્ય છે.” પરંતુ જેમ-જેમ દષ્ટિકોણ વ્યાપક બન્યો, સંપર્ક વ્યાપક બન્યો. શ્રીમદ્ રાજચન્દ્ર જેવા લોકોના સંપર્કના કારણે જૈન ધર્મનો પ્રભાવ પણ તેના પર ઘણો રહ્યો. વ્યાપક સંપર્ક અને પ્રભાવોના કારણે ગાંધીએ ઈશ્વર સત્ય છે, આ સૂત્રને ઉલટાવી દીધું. ઉત્તરકાળમાં તેમનું સૂત્ર બની ગયું – “સત્ય જ ઈશ્વર છે.' ઈશ્વરાભિમુખી કહો અથવા સત્યાભિમુખી એક જ વાત છે. પદાર્થાભિમુખી
માર્ક્સ અને કેનિજ - આ બંને શુદ્ધ રૂપમાં અર્થશાસ્ત્રી છે, બંને પદાર્યાભિમુખી છે. માર્ક્સ પણ પદાર્યાભિમુખી છે અને કેનિજ પણ પદાથભિમુખી છે. તેમનું મુખ પદાર્થ તરફ છે, અર્થ અને સંપત્તિ તરફ છે.
આ અભિમુખતાના કારણે આપણે તેમના વ્યક્તિત્વને જાણી શકીએ છીએ. વ્યક્તિમાંથી જે સિદ્ધાન્ત મળે છે, તેમાં તેની પ્રકૃતિ અને અભિમુખતા મુખ્ય કારણરૂપ હોય છે. કઈ વ્યક્તિ કયા સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે, તે તેની પ્રકૃતિ સ્વભાવ અને અભિમુખતા પર નિર્ભર કરે છે.
SSENTEN
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૦૮
'
'
S
T
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org