________________
| મહાત્મા ગાંધી 1 કેનિજ D કાર્લ માર્ક્સ
તેમને બે કોટિમાં વિભક્ત કરી શકાય. મહાવીર અને ગાંધી - એ એક કોટિની વ્યક્તિ છે. માર્ક્સ અને કેનિજ - એ બીજી કોટિની વ્યક્તિ છે. આધ્યાત્મિક વ્યક્તિત્વ
મહાવીર શુદ્ધ આધ્યાત્મિક વ્યક્તિત્વ છે. બહાર અને અંદર, વ્યવહાર અને નિશ્ચય બંનેમાં આધ્યાત્મિક વ્યક્તિત્વ છે. ગાંધી ભીતરમાં આધ્યાત્મિક વ્યક્તિત્વ છે અને બહારથી રાજનીતિક વ્યક્તિત્વ. ગાંધીએ આ સ્થિતિને સ્પષ્ટ કરવા માટે ઘણી વખત કહ્યું – શુદ્ધ અર્થમાં હું આધ્યાત્મિક અને ધાર્મિક વ્યક્તિ છું. મેં રાજનીતિને માધ્યમ બનાવ્યું છે, જનતાની સાથે આત્મીયતા સ્થાપવા કરવા માટે. તેના માટે આ સૌથી મોટું સાધન છે, એટલા માટે તેને મેં પસંદ કર્યું. પરંતુ મારી કોઈ પણ રાજનીતિ, સમાજનીતિ, અર્થનીતિ અધ્યાત્મથી પૃથક હોઈ શકે નહિ. જે અધ્યાત્મથી અલગ હોય, તો તે મારા માટે કચરો છે, ધૂળ છે. કોઈપણ ભોગે તે મારા માટે ઉપયોગી નથી, અને માન્ય નથી. ભૌતિક વ્યક્તિત્વ
માર્ક્સ અને કેનિજ આધ્યાત્મિક વ્યક્તિત્વ નથી. તે શુદ્ધ રૂપમાં આર્થિક વ્યક્તિત્વ છે, ભૌતિક વ્યક્તિત્વ છે. ન આત્મા, ન ધર્મ, ન મોક્ષ. કોઈ અપેક્ષા નહિ. કેવળ પદાર્થવાદી વ્યક્તિત્વ છે. તેઓએ ફક્ત તેની જ ચર્ચા કરી છે, તેની જ ચિન્તા કરી છે. બીજો અભિગમ
આ ચારેયને વ્યક્તિત્વના બીજા અભિગમથી જોઈએ તો આવો નિષ્કર્મ આવશે
મહાવીર અહિંસક ક્રાંતિના પુરોધા (ત્રણેતા) છે. ગાંધી અહિંસા સમન્વિત સર્વોદયી આર્થિક વ્યવસ્થાના પુરાધા છે. માર્ક્સ સામ્યવાદી આર્થિક ક્રાન્તિના પુરોધા છે. કેનિજ મૂડીવાદી આર્થિક ક્રાન્તિના પુરાધા છે.
આ ચારેયના સ્થૂળ વ્યક્તિત્વની ઓળખાણ આપણે આ શબ્દોમાં કરી શકીએ.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પણ
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૭૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org