________________
વ્રતી સમાજ
મહાવીરે એક સમાજની કલ્પના કરી હતી. તે સમાજનું નામ છે વ્રતી સમાજ. તેના માટે તેમણે એક આચારસંહિતા આપી, જેમાંથી અર્થવ્યવસ્થાનાં અનેક સૂત્રો ફલિત થાય છે, અર્થવ્યવસ્થાના અનેક સિદ્ધાન્તો આકાર પામે છે. વ્રતી સમાજની જે કલ્પના છે તેના પર ફિલૉસૉફીની દષ્ટિએ વિચાર કરીએ. તે નથી ભૌતિકવાદ કે નથી કોઈ અન્ય વાદ. તે સમન્વિત વાદ છે, જેમાં ભૌતિકવાદ અને અધ્યાત્મવાદ બંનેનો સમન્વય હોય છે. મહાવીર યથાર્થવાદી હતા. તેમણે ભૌતિકવાદનો અસ્વીકાર નથી કર્યો, પૌદ્ગલિક સુખનો અસ્વીકાર નથી કર્યો, પરંતુ તેમાં પ્રકૃતિનો ભેદ અવશ્ય બતાવ્યો છે – એક શાશ્વત સુખ અથવા આંતરિક સુખ છે, બીજું ક્ષણિક અથવા ભૌતિક સુખ છે. જીવનનો આધાર
મહાવીરે કહ્યું છે – “વત્ત સોવરવી વાત કુવરણા–ભૌતિક સુખ ક્ષણિક હોય છે, પરિણામે તે દુઃખદ હોય છે. આ તફાવતનું પ્રતિપાદન કર્યું, પણ એ કહ્યું નહિ કે–જે ભૌતિકવાદ છે અથવા ભૌતિકવાદી દષ્ટિકોણ છે, તે સંપૂર્ણ ખોટો છે. તે સત્ય છે કે આપણું જીવન પૌલિક છે, પુદ્ગલના આધારે ચાલે છે. આપણે ભૌતિકવાદ સિવાય ફક્ત અધ્યાત્મવાદના આધારે જીવનયાત્રા ચલાવી શકતા નથી. એટલા માટે તેમણે “સમન્વિતમ્ દષ્ટિકોણને મહત્ત્વ આપ્યું છે. ફક્ત ભૌતિકવાદ નહિ, એકાંગી દષ્ટિકોણ નહિ, પરંતુ “અનેકાન્ત’નો દષ્ટિકોણ, ભૌતિકવાદ અને અધ્યાત્મવાદ–બંનેનો સમન્વય. કેનિજનો વિચારઃ
આધુનિક અર્થશાસ્ત્રનો ભૌતિકવાદના આધારે વિકાસ થયો છે. તેની મુશ્કેલી આ એકાંગી દૃષ્ટિકોણ જ છે. આ એકાંગી દષ્ટિકોણ ન હોત તો વર્તમાનમાં આર્થિક અપરાધની આટલી પરિસ્થિતિઓ ઊભી ન થાત, આટલી આર્થિક સ્પર્ધાઓ ન થાત, ઉત્પાદન અને વિતરણમાં આટલી વિષમતા ઊભી ન થાત. આધુનિક અર્થશાસ્ત્રના પ્રખર જ્ઞાતા કેનિજ કહે છે – “આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવાનું છે, સૌને ધનવાન બનાવવા છે. આ માર્ગમાં નૈતિક વિચારોનું આપણા માટે કોઈ મૂલ્ય નથી.” તેમનું સ્પષ્ટ કથન છે– “આ નૈતિકતાનો વિચાર માત્ર અપ્રાસંગિક જ નથી, પરંતુ આપણા માર્ગમાં અવરોધ છે.”
-
-
-
-
-
-
- -
ન
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૧
1111
15
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org