________________
આશ્ચર્ય કઈ બાબતનું :
ભ્રષ્ટાચાર આજનો જ્વલંત પ્રશ્ન છે. ઘણાખરા લોકો ભ્રષ્ટાચારની વાત કરે છે, કહે છે – આજે ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે. જ્યારે અર્થશાસ્ત્રની મુળ ધારણા એ છે કે નૈતિકતાનો વિચાર આપણા માર્ગમાં વિઘ્નરૂપ છે તો પછી ભ્રષ્ટાચાર માટે ખેદ શાનો ? એમાં આશ્ચર્ય કઈ બાબતનું ? વર્તમાન અર્થશાસ્ત્રીય અવધારણાની વચ્ચે જો ભ્રષ્ટાચાર વિકસે છે, આર્થિક અપરાધ વધે છે, અપ્રામાણિકતા અને બેઈમાની વધે છે તો તે સ્વાભાવિક છે. ભ્રષ્ટાચાર ન વધે એ જ આશ્ચર્યની વાત કહેવાય.
આધુનિક અર્થશાસ્ત્રનો આધાર :
આ સમગ્ર પૃષ્ઠભૂમિના સંદર્ભમાં વર્તમાનના અર્થશાસ્ત્ર અને ભગવાન મહાવીરના યુગના અર્થશાસ્ત્રના થોડાક મુદ્દાઓ પર વિચાર કરીએ. આધુનિક અર્થશાસ્ત્રના મુખ્ય ત્રણ આધાર છે—
D ઈચ્છા
-આવશ્યકતા
Dમાંગ
ઇચ્છાને વધારો, આવશ્યકતાને વધારો અને માંગને વધારો. તુલનાત્મક દૃષ્ટિથી જુઓ. ઇચ્છાનું ક્ષેત્ર વ્યાપક છે. આવશ્યકતાનું ક્ષેત્ર તેનાથી નાનું છે અને માંગનું ક્ષેત્ર તેનાથી પણ નાનું છે. આ ત્રણ પર આધુનિક અર્થશાસ્ત્રનો આધાર છે. મહાવીરનું અર્થશાસ્ત્ર
મહાવીરના અર્થશાસ્ત્રનાં તત્ત્વો પર વિચાર કરીએ તો આધુનિક અર્થશાસ્ત્રમાં ચાર બાબતો બીજી ઉમેરવી જોઈએ–
T સુવિધા
D વાસના, આસક્તિ અથવા મૂર્છા જ્ઞ વિલાસિતા
Tપ્રતિષ્ઠા
સુવિધા માટે :
કેવળ ઇચ્છાપૂર્તિ માટે અથવા કેવળ વિલાસિતા માટે સંપૂર્ણ પ્રયત્ન હોતો નથી. અર્થનો વિકાસ જો મનુષ્ય કરે છે, તો તેનો એક દૃષ્ટિકોણ બને છે સુવિધા. તેને સુવિધા જોઈએ છે એટલા માટે તે અર્થનો સંગ્રહ કરે છે.
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org