________________
બીજું તત્ત્વ છે વાસના. નથી સુવિધાની જરૂર, નથી આવશ્યકતાની, ફક્ત વાસના. આજની જાહેરાતો એવી વાસના ઉત્પન્ન કરે છે કે અનાવશ્યકને પણ આવશ્યક બનાવે છે. તેને જોઈને એવું લાગે છે કે એના વિના તો આપણું જીવન ચાલી જ ન શકે. આ વાસના જાહેરાતોના કારણે જ જાગૃત થાય છે.
વિલાસિતા માટે :
મનુષ્ય વિલાસિતાથી આકર્ષિત છે. તે વિલાસિતાની પૂર્તિ માટે અત્યાધિક પ્રયત્ન કરે છે. વિલાસ માટે પુષ્કળ ધન જોઈએ. અર્થ મનુષ્યની આ વૃત્તિને પોષણ આપે છે.
પ્રતિષ્ઠા માટે ઃ
એક હેતુ છે પ્રતિષ્ઠા, અહમ્નું પોષણ કોઈ આવશ્યકતા નથી, છતાં અહના પોષણ માટે ઘણુંબધું ખરીદવું પડે છે. કેન્દ્રમાં કોણ છે ?
આ સૂત્રોના સંદર્ભમાં અર્થનીતિ પર વિમર્શ કરીએ. કયા અર્થની વ્યવસ્થામાં, કયા સૂત્રની સાથે માનવી પ્રધાન બને છે અને ક્યાં અર્થ પ્રધાન બને છે. ક્યાંક-ક્યાંક મનુષ્ય ગૌણ બની જાય છે અને અર્થ પ્રધાન અથવા મુખ્ય બની જાય છે. આ ગૌણ અને મુખ્યનું અંતર જેટલું સ્પષ્ટ થશે, તેટલું આપણને તે સચ્ચાઈનું ભાન થશે કે— અર્થશાસ્ત્રના કેન્દ્રમાં મનુષ્ય ક્યાં છે અને અર્થ ક્યાં છે. અનિયંત્રિત ઇચ્છાઃ
આધુનિક અર્થશાસ્ત્રનું મુખ્ય સૂત્ર છે– અનિયંત્રિત ઇચ્છા જ આપણા માટે કલ્યાણકારી અને વિકાસનું કા૨ણ છે. જ્યાં ઇચ્છાનું નિયંત્રણ કરીશું, ત્યાં વિકાસ અવરોધાઈ જશે. જ્યાં અનિયંત્રિત ઇચ્છા છે, ત્યાં મનુષ્ય નિશ્ચિત રૂપે પરિધિમાં ચાલ્યો જાય છે અને અર્થ કેન્દ્રમાં આવી જાય છે.
અસીમ આવશ્યકતાઃ
આવશ્યકતા માટે પણ આ જ સૂત્ર કામ કરે છે. અર્થશાસ્ત્રનું સૂત્ર છે—આવશ્યકતાને અસીમ વિસ્તાર આપો, ક્યાંય રોકો નહિ. તેનાથી પણ માનવી કિનારા પર આવી જાય છે અને અર્થ કેન્દ્રમાં,
સુવિધાનો અતિરેક
આપણે સુવિધાનો અસ્વીકાર નથી કરી શકતા. મહાવીરે પણ તેનો સંપૂર્ણપણે અસ્વીકાર નથી કર્યો. એટલા માટે કે મનુષ્યના ભીતરમાં કામના છે. કામના હોય
મહાવી૨નું અર્થશાસ્ત્ર : ૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org