________________
તો સુવિધા તેને માટે અનિવાર્ય બની જાય છે. કામના અને સુવિધા-આ બંનેને અલગ નથી કરી શકાતાં. જો મનુષ્યની પ્રકૃતિમાં કામ ન હોત તો આપણે સુવિધાનો અસ્વીકાર કરી શકત. યથાર્થવાદી દ્રષ્ટિકોણ આ જ છે– જ્યાં કામના છે ત્યાં સુવિધા અનિવાર્ય છે. મહાવીરે પણ આ યથાર્થનો સ્વીકાર કર્યો છે– સુવિધાની અપેક્ષા છે, પણ જ્યાં સુવિધાનો અતિરેક થઈ જાય છે, ત્યાં મનુષ્ય ગૌણ બને છે અને અર્થ પ્રધાન. વિલાસિતાઃ
વિલાસિતામાં મનુષ્યનો ક્યાંય પત્તો જ નથી લાગતો. મનુષ્ય પરિધિમાંથી બહાર નીકળી જાય છે. કેવળ અર્થ...... અર્થ.... અને અર્થ રહે છે. વિલાસિતા. નથી આપણી આવશ્યકતા કે નથી અનિવાર્યતા. નથી સુવિધા કે, નથી કેવળ મનોરંજન. તે માત્ર ભોગવૃત્તિનું ઉચ્છંખલારૂપ છે. સમજદાર મનુષ્ય તેમાં કોઈપણ સાર્થક તત્ત્વને નિહાળી શકતો નથી. ત્યાં ફક્ત અર્થની લોલુપતા અને તેની પૂર્તિના સાધન સિવાય અન્ય કંઈ રહેતું નથી. વિલાસિતા કેવળ ભોગનું પોષણ છે. તેમાં કામ અને અહ–બંને વૃત્તિઓ કામ કરે છે. મહાવીરનું સૂત્રઃ
આ સૂત્રોના આધારે અર્થનીતિનું નિર્ધારણ થાય છે અને માણસ અર્થાજનની વૃત્તિમાં સંલગ્ન રહે છે. પ્રશ્ન છે–મહાવીરે આ વિષયમાં કયું નવું સૂત્ર આપ્યું? શું ઇચ્છાનો અસ્વીકાર કર્યો ? મહાવીરે ઈચ્છાનો અસ્વીકાર નથી કર્યો. તેમણે સ્વયં કહ્યું છે–ચ્છ દુ માસમા અનંતા- ઇચ્છા આકાશની જેમ અનંત છે. શું આવશ્યકતાને રોકવાની વાત કહી? એમણે તેમ પણ નથી કહ્યું – આવશ્યકતાઓને સમાપ્ત કરી દો. તેનો પ્રયોગ ન કરો. તેમણે તેની સાથે “સંયમ' શબ્દનો પ્રયોગ કર્યો છે–ઇચ્છાનો “સંયમ કરો, આવશ્યકતાનો સંયમ અથવા સીમાકરણ કરો. મૂળભૂત આવશ્યકતાઓ:
આવશ્યકતા શી છે અને અનાવશ્યક્તા શી છે, તેની સમજણ પણ જરૂરી છે. આપણે શરીરની માંગને પૂરી કરીએ તે આવશ્યકતા છે. ભૂખ આપણા શરીરની માંગ છે, તરસ આપણા શરીરની માંગ છે. આ માંગને પૂરી કરીએ, તે આવશ્યક છે. વિનયવિજયજીએ આવશ્યકતાઓનું ચિત્રણ કર્યું છે–શરીરની જે પહેલી માંગ છે, તે છે ખોરાકની માંગ. બીજી માંગ છે પાણીની. ત્રીજી માંગ છે કપડાની. ચોથી માંગ છે મકાન અને વસ્ત્રની. શરીરની આ ચાર મૂળભૂત માંગ – આવશ્યકતાઓ
cuSS
-
-
-
-
-
-
-
-
-
SYST
S
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૪
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૪
'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org