________________
છે.
આવશ્યકતાઓનું વર્ગીકરણ
આવશ્યક તે છે, જે શરીરની માંગ પૂરી કરે. આવશ્યક તે છે, જે ઇન્દ્રિયની માંગ પૂરી કરે. આપણા જીવનનું પહેલું તત્ત્વ છે શરીર અને બીજું ઇન્દ્રિય. અલંક૨ણ શરીરની માગણી નથી. તે ઇન્દ્રિયોની માગણી છે. સંગીત સાંભળવું, ચિત્રપટ જોવું. સ્વાદયુક્ત ભોજન, સુખદ સ્પર્શ—આ ઇન્દ્રિયોની માગણી છે. મહાવીરે, અધ્યાત્મના આચાર્યોએ આ બાબતનો અસ્વીકાર નથી કર્યો. તેમણે સ્વીકાર્યું—આ માંગણીઓ છે અને તે યથાર્થ પર સામાજિક પ્રાણી ચાલે છે, એટલા માટે તેને સ્વીકૃતિ આપી. એનાથી પણ આગળ છે મનની માગણી. તે શરીર માટે જરૂરી નથી, પરંતુ જો મનની ચાહત, તરંગને નિરસ્ત કરી દેવાય તો માનસિક વિકૃતિઓ પણ પેદા થઈ શકે છે. એટલા માટે મનની માગણી પણ આવશ્યક છે. એનાથી આગળ વધીએ તો પારિવારિક અને સામાજિક સંબંધોના નિર્વાહની પણ આવશ્યકતા છે. પરિવાર વિસ્તારવો અને સામાજિક સંબંધોની સ્થાપના કરવી તે એક આવશ્યકતા છે. વિવાહ કરવા, સંતાન પેદા કરવું, ઇન્દ્રિય વિષયોને પ્રાપ્ત કરવા, આ સમગ્ર માગણીનું, આવશ્યકતાનું વર્ગીક૨ણ વિનયવિજયજીએ આપ્યું છે. મનુષ્યનું વ્યક્તિત્વ
:
મહાવી૨ની સમગ્ર કલ્પના એકસાથે જ આચાર્યે પ્રસ્તુત કરી દીધી. આ સંપૂર્ણ ભૌતિકવાદી દૃષ્ટિકોણ છે, પૌદ્ગલિક દષ્ટિકોણ છે. આધુનિક અર્થશાસ્ત્રી પણ આ સમગ્ર આવશ્યકતાઓનું પ્રતિપાદન કરે છે અને તેને પૂરી કરવાની યોજના બનાવે છે. મહાવીરે કહ્યું—આ માગણીઓ અથવા આવશ્યકતાઓ છે, તેમનો આપણે અસ્વીકાર ન કરી શકીએ, પરંતુ કેવળ તેટલું જ પર્યાપ્ત નથી. મનુષ્યની પ્રકૃતિનાં ચાર તત્ત્વો છે. તેમાં કામ જ સંપૂર્ણ નથી. કામની પૂર્તિ માટે અર્થ જોઈએ, પરંતુ તે પણ સંપૂર્ણ નથી. કામ સાધ્ય છે અને અર્થ તેની પૂર્તિનું સાધન છે. પ્રકૃતિનાં તે બે અંગ બની જાય છે—કામ અને અર્થ, એક સાધ્ય અને બીજું સાધન. માણસ એટલામાં જ નથી. જો મનુષ્યનું વ્યક્તિત્વ ફક્ત કામ અને અર્થની સીમામાં જ રહેતું હોત તો નૈતિકતા, ચરિત્ર વગેરે પર વિચાર કરવાની આવશ્યકતા જ ન રહેત. પછી ભ્રષ્ટાચાર, બેઈમાની અને અનૈતિકતા સામે નાનિ ક૨વાની, ઘૃણા કરવાની પણ કોઈ આવશ્યકતા ન રહેત. કેનિજે મનુષ્યની અડધી પ્રકૃતિના આધારે પોતાની અર્થશાસ્ત્રીય ઘોષણા કરી દીધી, અડધી પ્રકૃતિનો અસ્વીકાર કરી દીધો. ખોરાક અને આસ્થા
પ્રસિદ્ધ ઇતિહાસકાર ટાઈનબીએ એક સરસ વાત કહી છે. ફક્ત ખોરાક અને
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org