________________
કોઈનો વધ ન થાય. કોઈનો અંગ-ભંગ ન કરવામાં આવે. કોઈની ઉપર અતિભાર ન લાદવામાં આવે. કોઈની આજીવિકાનો વિચ્છેદ ન કરવામાં આવે.
આ નિર્દેશ સુખી જીવન માટે છે. એના વિના કોઈ માણસ સુખી નથી બની શકતો. ચિંતન બદલો
અર્થશાસ્ત્રની આપણી અવધારણા એ છે કે અર્થ વિના માણસ જીવી નથી શકતો. અતિશય અથર્જન પણ માણસને સુખથી નથી જીવવા દેતું. આ સંદર્ભમાં અલ્પેચ્છા, અલ્પારંભ, અલ્પ પરિગ્રહનો સિદ્ધાન્ત જ સાચી દષ્ટિ આપનારો છે. ગાંધીજી એનો પ્રયોગ હંમેશાં કરતા હતા. તેઓ પ્રયોક્તા હતા. માત્ર ઉપદેખા નહોતા. અમેરિકી પત્રકાર લુઈ ફિશર ગાંધીજી પાસે આવ્યા. સેવાગ્રામમાં થોડાક દિવસ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. ગાંધીજીની સ્વીકૃતિ મળી ગઈ. ત્યાંની ગરમીમાં રહીને લુઈ ફિશરની હાલત ખરાબ થઈ ગઈ.ગાંધીજી તેનો ચહેરો જોઈને સમજી ગયા- તમારે એરકંડીશનની જરૂર છે, હમણાં જ લાવું છું. પાણીનું એક મોટું ટબ મંગાવ્યું, તેની પાસે બે સ્કૂલ મૂકી દીધાં. લુઈ ફિશર સ્કૂલ પર બેસી ગયો, તેણે અનુભવ કર્યો- ગરમી શાન્ત થઈ ગઈ છે. તે પ્રસન્ન થઈ ગયો.
ચિંતન સમયોચિત હોવું જોઈએ. આપણે માનીએ છીએ, દરેક વ્યક્તિ અર્થથી અલગ નથી થઈ શકતી, પરંતુ અર્થના વિષયમાં આજે જે ચિંતન ચાલી રહ્યું છે, તેને બદલવું પડશે. ત્યારે તે સૌકોઈ માટે સાર્થક બની શકશે. હિંસા અને અર્થ
એક પ્રશ્ન છે– અહિંસા અને અર્થ– આનો એકબીજા સાથે શો સંબંધ છે? જ્યાં અર્થ છે ત્યાં હિંસા અનિવાર્ય છે. કહેવામાં પણ આવી રહ્યું છે– “અર્થ અનર્થનું મૂળ છે.” જેટલી હિંસા થાય છે, તે અર્થ માટે થાય છે. હિંસા માટે અર્થ નથી હોતો. ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે અમે દિલ્હીમાં જ હતા. તે સમયે દિલ્હી વિશ્વવિદ્યાલયના કેટલાક પ્રોફેસર આવ્યા. તેમણે કહ્યું, આચાર્ય શ્રી ! આપની સમક્ષ
તો મોટી પરેશાની ઊભી થઈ ગઈ હશે. આ સમયે ભારત-પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યું છે અને આપ હિંસાને માનતા નથી. મેં કહ્યું, તમે શું કહી રહ્યા છો? જૈનો
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૩૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org