________________
શકે છે, પરંતુ મને કોઈ જોઈ શકતું નથી.
આવી ગરીબી આપણે નથી ઈચ્છતા અને ગરીબ માણસ ધાર્મિક પણ કદાચ નહિ બની શકે. ખાવા અન્ન નથી, તો ધર્મ શું કરશે ? આપણું ચિન્તન ન તો આર્થિક દારિયનું છે અને ન ધનને વધારવાનું છે.
આવશ્યકતાપૂર્તિ સૌકોઈની થવી જોઈએ, પણ જ્યાં બીજાના સ્વાર્થની બલિ ચડાવાય, એવી આર્થિક સમ્પન્નતા ક્યારેય પણ કામ્ય નહિ થાય અને ન થવી જોઈએ. સમય-સમયની અવધારણાઓ ભિન્ન ભિન્ન હોય છે અને ભિન્ન ભિન્ન અવધારણાઓ સામયિક હોય છે. તાત્કાલિક વાતનું આકર્ષણ વધુ હોય છે. અર્થ શા માટે?
અર્થ છેવટે કોના માટે છે? તે સુખી જીવન માટે તો છે. તે સ્વયંને, પરિવારને, સમાજને અને રાષ્ટ્રને સુખી બનાવે. ચિન્તન તો આ જ છે, પરંતુ તે વધુ દુઃખી બનતો જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં પુનર્વિચાર કરવો પડશે. આપણે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી નથી, ધર્મશાસ્ત્રના વિદ્યાર્થી છીએ. પરંતુ દરેક શાસ્ત્ર બીજા શાસ્ત્ર સાથે જોડાયેલું છે, તેથી કોઈ અન્ય વિષય પર વિચાર કરતી વખતે અર્થના સંદર્ભમાં પણ આપણે વિચાર કરીએ છીએ.
માત્ર અર્થથી કોઈ સુખી બની શકતું નથી. ભગવાન મહાવીર પાસે બે વ્યક્તિ આવી. એક સમાટ શ્રેણિક અને બીજો શ્રાવક પુણિયો. સમ્રાટ શ્રેણિક એ સમયનો સૌથી મોટો માણસ હતો. તેની સંપત્તિનો કોઈ પાર નહોતો. પુણિયો શ્રાવક પૂણી કાંતીને જીવનનિર્વાહ કરનારો માણસ હતો. મહાવીરને પૂછવામાં આવ્યુંતમારી દષ્ટિએ મહત્ત્વ સમ્રાટ શ્રેણિકનું છે કે પુણિયાનું? મહાવીરે કહ્યું – “બંનેનું. સમ્રાટ શ્રેણિકના લીધે હજારો- હજારો વ્યક્તિ મારી પાસે આવશે, બીજી તરફ પુણિયો જેટલો સંતોષી અને સુખી છે તેટલું સુખ અને સંતોષ સમ્રાટ સ્વપ્નમાં પણ પ્રાપ્ત નહિ કરી શકે.' સુખી જીવનનાં સૂત્રો
આપણે ઇચ્છીએ છીએ કે મનુષ્યનું જીવન પુણિયાની માફક શાન્ત, સંતુષ્ટ અને સુખી હોય. આ દષ્ટિથી મહાવીરે કહ્યું, દરેક વ્યક્તિ અથર્જન કરતી વખતે પાંચ બાબતોનું ધ્યાન રાખે–
કોઈનું બન્ધન ન થાય.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org