________________
આધારે કરી છે, અનુભૂતિના આધારે કરી છે. યંત્ર ભૌતિક છે, અનુભૂતિ આત્મિક છે. આત્મિક અનુભૂતિ સૈકાલિક હશે, તાત્કાલિક નહિ હોય.
કહેવામાં આવ્યું– ઈચ્છાઓનું નિયંત્રણ કરો. આ વાતને લોકો ક્યારેક બકવાસ માનતા હતા. કલ્પના કરવાની છોડી દો, એમ કહેવું કેટલી મૂર્ખતાની વાત છે ! આનાથી તો દેશનો વિકાસ જ રંધાઈ જશે. લોકો કહે છે... તમે તમારા શ્રાવકોને પ્રેરણા નથી આપતા, એ બધા એવા જ રહી જશે. આજે ચારે બાજુથી કહેવામાં આવે છે કે સીમા હોવી જોઈએ. અધ્યાત્મ અને ભૌતિકવાદનો સમન્વય
મહાવીરે અધ્યાત્મ અને ભૌતિકવાદનો સમન્વય કર્યો. પ્રાચીનકાળમાં એક પ્રશ્ન ઉદ્ભવતો હતો- “બ્રહ્મ સત્ય જગત્ મિથ્યા' બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. શું આ જગતને મિથ્યા માનીએ, જે સામે દેખાય છે? જે ચીજ સામે દેખાય છે તે કેવી રીતે મિથ્યા હોઈ શકે? મહાવીરે કહ્યું – ભૌતિકવાદ સત્ય છે અને આત્મા પણ સત્ય છે. શું પુદ્ગલ સત્ય નથી? જીવન સત્ય છે તો શું મૃત્યુ સત્ય નથી? બંને સત્ય છે.
મહાવીરે જે કંઈ કહ્યું, તે અનુભૂતિના આધારે કહ્યું. તેમણે કહ્યું, તમે કોઈને એક સાથે આધ્યાત્મિક બનાવવા માગશો, તો અસફળ થઈ જશો. તેને એ દિશામાં ધીમે-ધીમે આગળ વધારો, તેની ભૂખને વધારો, જ્ઞાન-પિપાસાને તેજ કરો, આપમેળે કામ થઈ જશે. ખરેખર આજના ભટકી ગયેલા માણસને માર્ગ બતાવવાની ખૂબ અપેક્ષા છે. આજે સમગ્ર સંસાર આર્થિક બની રહ્યો છે. અર્થ જ પ્રધાન છે. આ મનોવૃત્તિને કેવી રીતે બદલાવી? આ દિશામાં સતત પ્રયત્ન થવો જોઈએ. વિકાસની અવધારણા
અર્થ-વિકાસ પણ એક વિકાસ છે. વિકાસની પોત-પોતાની અવધારણાઓ છે. આપણે કોઈ નિયમ કોઈના ઉપર લાદી ન શકીએ. કહેવામાં આવી રહ્યું છે– કોઈ વ્યક્તિ ગરીબ ન રહેવી જોઈએ, પણ ધનકુબેર શા માટે બને?
એક ગરીબ માણસ કોઈ રાજાની પાસે ગયો. જઈને બોલ્યો, “રાજા ! હું સિદ્ધ થઈ ગયો છું. હું બધાને જોઉં છું. મારી તરફ કોઈ જોઈ શકતું નથી.'
रे दारिद्र्य ! नमस्तुभ्यं, सिद्धोहं त्वत्प्रसादतः । सर्वानहं च पश्यामि, मां न पश्यति कश्चन ।। ગરીબી તને નમસ્કાર. તારી કૃપાથી હું સિદ્ધ થઈ ગયો છું. હું બધાને જોઈ
S
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૨૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org