________________
રાષ્ટ્રથી અલગ છે શું? રાષ્ટ્રની જે સ્થિતિ છે, તે જ જૈનોની પણ છે. જૈન લોકો શું બધા જ સંન્યાસી છે? શું જૈન ગૃહસ્થ નથી? શું તેમને સુરક્ષાની જરૂર નથી? અર્થ છે તો હિંસા પણ રહેવાની જ. જૈન સમ્રાટ પણ થયા છે, જૈન સેનાપતિ પણ થયા છે. તેમણે અનેક યુદ્ધ પણ લડ્યાં છે. મારી વાતથી તેમને સંતોષ મળ્યો.
જ્યાં અર્થ છે ત્યાં હિંસા અને અશાન્તિ રહેવાની. મહાવીરે સીમા અને સંયમનો નિર્દેશ આપ્યો. એનાથી એવી બ્રેક લાગી જાય છે કે ફરીથી વધવાની સંભાવના રહેતી નથી. પચાસ વર્ષ પહેલાં આ વાત સમજમાં નહોતી આવતી, આજે આવી રહી છે કારણ કે હિંસા અને અશાન્તિ ઘણાં વધી ગયાં છે. એના માટે સૌથી મોટો ઉપચાર છે સીમાકરણ. ઉપયોગિતાનો પ્રશ્ન
એ દષ્ટિકોણ ન હોવો જોઈએ – જે ઉપયોગી છે, તેનો જ આપણે સ્વીકાર કરીએ.' ઉપયોગીને સ્વીકારી શકાય છે. પરંતુ બધી ઉપયોગી બાબતોનો સ્વીકાર કરવામાં આવે, એ પણ ઠીક નથી. જે આજે ઉપયોગી છે. તે કાલે ન પણ હોઈ શકે. તેનો તાત્કાલિક ઉપયોગ છે, સૈકાલિક નથી. આપણે તાત્કાલિક ચીજો ઉપર વધુ ધ્યાન આપીએ છીએ, સૈકાલિક પર ધ્યાન નથી આપતા. જેટલા પણ અર્થશાસ્ત્રી થયા છે, તેમણે તાત્કાલિક પર વધુ ધ્યાન આપ્યું. મહાવીરે સૈકાલિક પર વધુ ધ્યાન આપ્યું . સંભવ છે કે તે વાત, જે આજે ઠીક નથી, પણ આગળ જતાં ઠીક લાગે, એટલા માટે આપણે સૈકાલિકની વાતને ન ભુલાવીએ, તેનું મૂલ્યાંકન કરીએ. અર્થનું યુદ્ધ
પ્રાચીનકાળમાં ત્રણ બાબતોને કારણે યુદ્ધ થતાં હતાં– જર, જોરું, અને જમીન. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. આજે યુદ્ધ કેવળ અર્થનું થઈ રહ્યું છે, વ્યાપારનું થઈ રહ્યું છે. આજના અર્થશાસ્ત્ર ઉપર આપણે અંકુશ નહિ લગાવીએ તો ચિરસમય સુધી શાન્તિ નહિ મેળવી શકીએ. શાન્તિની જેટલી વાતો આજે થઈ રહી છે, તેટલી કયારે થતી હતી? ચારે બાજુ એનો સ્વર સંભળાઈ રહ્યો છે, પરંતુ એના માટે જે પ્રયત્ન થવો જોઈએ, તે નથી થઈ રહ્યો. એના માટે ઉત્પાદનનું સીમાકરણ કરવું પડશે, આયાત-નિકાસનું સીમાકરણ કરવું પડશે, એ વસ્તુઓનું ઉત્પાદન બંધ કરવું જ પડશે, જે દેશને ખાડામાં ધકેલી રહ્યું છે. મારી સમજમાં નથી આવતું કે આવી ચીજોનું ઉત્પાદન શા માટે કરવામાં આવી રહ્યું છે ? એ એક અસંદિગ્ધ સચ્ચાઈ છે. આને રોક્યા વિના શાન્તિ-વ્યવસ્થા કાયમ નહિ થઈ શકે. ખોટા કામને રોકયા વિના સાચું કામ નહિ થઈ શકે.
આ
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૩૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org