________________
ત્રણ પ્રશ્ન
ત્રણ પ્રશ્નો આપણી સમક્ષ છે : શાન્તિ અપેક્ષિત છે કે નહિ ?
। સ્વતંત્રતા પ્રિય છે કે નહિ ?
I પવિત્રતા અને આનંદ જોઈએ કે નહિ ? એમ કોઈ નહિ કહે કે આ ત્રણે અમારે નથી જોઈતાં. જો જોઈતાં હોય તો સાધનો એકઠાં કરવાં પડશે. સંયમ વિના શાન્તિ નહિ મળે. સંતોષ સિવાય સ્વતંત્રતા નહિ મળે. પવિત્રતા માટે સાધનની શુદ્ધિ કરવી પડશે. આનંદ જોઈએ તો સ્વસ્થ રહેવું પડશે. સ્વસ્થ કેવળ શારીરિક રૂપથી નહિ, માનસિક અને ભાવાત્મક રૂપથી પણ રહેવું પડશે.
મહાવીરે પોતાના અર્થશાસ્ત્રની સીમામાં કહ્યું, કોઈ વ્યક્તિ ચોરી ન કરે, ચોરને ચોરી કરવામાં સહયોગ પણ ન કરે. ચોરની ચોરેલી વસ્તુને ન ખરીદો. તે સમયે આટલી લુચ્ચાઈઓ નહોતી, પરંતુ ત્રિકાલજ્ઞ મહાવીર પાંચ હજાર વર્ષ પછીની બૂરાઈઓને જોઈ શક્યા હતા. એટલા માટે મહાવીરે ભવિષ્યમાં પણ માણસને સુખી રહેવાના ગુણ બતાવ્યા. આજે જો સુખ - શાન્તિની અપેક્ષા છે તો તેમનાં બતાવેલાં સૂત્રોનું મૂલ્ય આંકો. સીમાકરણનો વિવેક
બે પ્રકારના સમાજ આપણી સમક્ષ છે—અનિયંત્રિત સમાજ અને નિયંત્રિત સમાજ, હવે નિર્ણય તમારે ક૨વાનો છે કે તમે કેવો સમાજ ઇચ્છો છો ? આ સંદર્ભમાં કોઈને કાંઈ પણ ન પૂછો, પોતાના મનને પૂછો. જો તમે દુઃખી સમાજ ઇચ્છો છો તો અનિયંત્રિત સમાજ તૈયા૨ છે. સુખ અને શાન્ત સમાજ ઇચ્છો છો તો નિયંત્રિત સમાજની અપેક્ષા છે.
પ્રાચીનકાળમાં મનુષ્ય માટે સમાજ શબ્દનો પ્રયોગ થયો છે અને પશુઓ માટે સમાજ શબ્દનો વ્યવહાર થયો છે 'समजस्तु पशूनां स्यात् समाजस्त्वन्य તેહિનામું આપણે ચિત્તનશીલ માણસ છીએ, પરંતુ એ કહેવું ખોટું નથી કે માણસ જેટલો અનિયંત્રિત છે, તેટલું કદાચ કોઈ નથી.
પ્રાચીન ઋષિઓએ કહ્યું- આગમાં ગમે તેટલું ઈંધણ નાખો, તે તૃપ્ત નહિ થાય. સમુદ્રમાં ગમે તેટલી નદીઓ આવીને ઠલવાય, તે ભરાશે નહિ. તે રીતે
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૩૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org