________________
પદાર્થોથી આપણી આંકાક્ષા કેવી રીતે ભરાશે?
સમસ્યા એ છે કે આપણે બીજાઓને સીમામાં જોવા માગીએ છીએ, પણ પોતાની સીમા નથી કરતા. સમય અને વિવેકનો એ તકાજો છે કે વ્યક્તિ સ્વયં પોતાની સીમા કરે. પર્યાવરણ અને અર્થશાસ્ત્ર
પર્યાવરણની સમસ્યા ન ઉદ્ભવી હોત તો મનુષ્ય કંઈપણ ચિંતન કરવા માટે ફુરસદ ના ફાળવી હોત, આંધળી દોટમાં કયાંય રોકાત જ નહિ. હવે એ વિચારવું પડે છે કે આ પ્રદૂષણ નહિ રોકાય તો મૃત્યુ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એટલા માટે સમસ્યાનું આવવું પણ એક દષ્ટિએ તો ઠીક છે.
આજે પર્યાવરણની સમસ્યા ગંભીર રૂપ ધારણ કરી રહી છે. એના વિષયમાં હજુ હજારો વર્ષ સુધી વિચારવું પણ ન પડત. આગમોમાં આપણે વાંચીએ છીએ છઠ્ઠો કાળ આવશે ત્યારે એવું થઈ જશે, પણ ચિન્તા કોઈને નથી.આજના મનુષ્યને તો ચોખ્ખું દેખાઈ રહ્યું છે- છો કાળ બિલકુલ સામે ઊભો છે. પર્યાવરણની સમસ્યા સામે છે અને મનુષ્ય અર્થશાસ્ત્રમાં અટવાયેલો છે. તે સતત સંપન્નતાનાં સપનાં જોઈ રહ્યો છે, જ્યારે વિપન્નતા પર્યાવરણના રૂપે તેની ઠીક સામે ઊભી છે. સમ્યક દષ્ટિકોણ
આપણો દષ્ટિકોણ એકાંગી છે અને એ એકાંગી દષ્ટિકોણ જ બધી સમસ્યાઓનું મૂળ છે. અનેકાન્તની દષ્ટિએ વિચારતા હોત તો સમસ્યાઓમાં આટલો વધારો ન થતો. હું જે વિચારું છું, તે સાચું છે અને તમે જે વિચારો છો તે પણ સાચું હોઈ શકે છે, આવો દષ્ટિકોણ જ્યાં સુધી નહિ બને, ત્યાં સુધી આપણી સમસ્યાઓનું સમાધાન નહીં થાય.
મહાવીરે કહ્યું – બધા ધર્મોનું મૂળ છે સમ્યફ દર્શન અને બધા પાપોનું મૂળ છે મિથ્યા દર્શન. હિંસા, અસત્ય, અબ્રહ્મચર્ય, ક્રોધ, અહંકાર પાપ છે. પરંતુ સૌથી મોટું પાપ છે મિથ્યા દર્શન. હિંસા કરનારો સ્વયં ડૂબે છે. બીજાને ડૂબાડે કે નહિ, પરંતુ મિથ્યા દષ્ટિકોણવાળી વ્યક્તિ લાખોને ડૂબાડે છે. એટલા માટે આ દષ્ટિકોણને દૂર કરો. આયારોમાં કહેવામાં આવ્યું છે. સમવંસી ર વડું પર્વ - સમ્યફદર્શી પાપ નથી કરતો. વ્યક્તિનો એકાંગી દષ્ટિકોણ જ પર્યાવરણની સમસ્યાનું મુખ્ય કારણ છે.
-
-
-
-
-
-
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૩૩
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org