________________
વિલાસિતા અને ક્રૂરતા
લોક આકાશ પર ટકેલું છે, આકાશ વાયુ પર અને વાયુ પર જળ ટકેલું છે. જળ પર પૃથ્વી ટકી રહી છે અને પૃથ્વી પર આપણે પ્રાણી સ્થિત છીએ. આટલાં ઊંડાં મૂળ છે એનાં, એનાં મૂળને નુકસાન થવાનો કોઈ પ્રશ્ન જ નહોતો, પરંતુ મનુષ્ય એટલો નિર્મમ બની ગયો છે કે તે મૂળને જ ખોદવા લાગ્યો. ધરતીને જ નહિ તે આકાશને પણ ખોદવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એટલું ધન માણસ પાસે હતું કે સાત પેઢી ખાય તો પણ ખૂટવાનું નહોતું. એવાં ઘર આપણે જોયાં છે, જેની દીવાલોમાં પણ સોનું મઢેલું હતું. પરન્તુ તે બરબાદ થઈ ગયું. બધું જ પોતાના હાથોથી તેમનાં સંતાનોએ ખોઈ નાખ્યું.
આપણે વિપન્નતાના ઉપાસક નથી, દારિદ્રયના ઉપાસક નથી, પરંતુ એકાંગી સમ્પન્નતાના ઉપાસક પણ નથી. સંપન્નતા વિલાસિતા વધારે છે અને વિપન્નતા ક્રૂરતા વધારે છે. વિલાસિતા અને ક્રૂરતા બંને પાપ છે. આપણે મધ્યમ માર્ગના ઉપાસક છીએ. ગાંધીજીએ ઘણું ઊંચું શિક્ષણ મેળવ્યું હતું, તેઓ બેરિસ્ટર હતા, બધું મેળવી શક્ય હોત, પરંતુ તેમણે એમ ન કર્યું. તે પાકા સમાજવાદી હતા. કહેતા હતા કે, સમાજને જ્યાં સુધી ન મળે, ત્યાં સુધી હું એકલો કેમ ખાઉં ? એક બાળકે તેમનેકહ્યું- તમે આ માત્ર લંગોટી શા માટે પહેરો છો ? મારી માતા તમારા માટે સારો પોશાક તૈયાર કરી શકે છે. ગાંધી બોલ્યા– ‘એક પોશાકથી કામ નહિ ચાલે, ત્રીસ કરોડ પોશાક હોય, તો હું પહેરીશ.' તાદાત્મ્યની અનુભૂતિ
મારી વાત કહું. મેં સંતોનો એક સંઘાડો લોકોપકાર માટે સૌરાષ્ટ્ર મોકલ્યો. ત્યાં વાતાવ૨ણ કંઈક એવું બન્યું, તેમને જગ્યા અને ખોરાક બંને મળવાં મુશ્કેલ થઈ ગયા. મને સૂચના મળી, ત્યાં સંતોને આહાર-પાણી મળવાં પણ મુશ્કેલ થઈ ગયાં છે. મનમાં વિચાર આવ્યો, તેમને ત્યાં મોકલીને મેં યોગ્ય નથી કર્યું અને તે જ સમયે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી તેમને પૂરો આહાર નહિ મળે, ત્યાં સુધી હું પણ પૂરો આહાર નહિ લઉં. આ સંકલ્પ મેં કોઈની સામે વ્યક્ત નહોતો કર્યો. એક મહિના પછી સૂચના આવી- સંતોને હવે આહાર-પાણીની સંપૂર્ણ સુવિધા મળી રહી છે. તે સૂચના મળવાથી મેં મારો સંકલ્પ પૂરો કર્યો.
જ્યાં વ્યક્તિ બીજાના સુખ-દુઃખનો અનુભવ કરે છે, ત્યાં સ્વાર્થની વૃત્તિ
Jain Educationa International
મહાવી૨નું અર્થશાસ્ત્ર : ૧૩૪
For Personal and Private Use Only
www.jainelibrary.org