________________
વ્યાપક બને છે. “હું એકલો નથી' આ ભાવના જેટલી પ્રખર થશે, તેટલું જ પર્યાવરણની સમસ્યાનું સમાધાન મળશે. ગરીબ કોણ?
એક પ્રશ્ન છે– ગરીબીની પરિભાષા શી છે? કોને ગરીબ કહીએ? અમીર કોણ છે અને ગરીબ કોણ છે? આ જાણવાની આપણી દષ્ટિ છે. એક સંસ્કૃત કવિએ લખ્યું – નીચે તરફ જુઓ, બધા ગરીબ લાગશે. ઉપર તરફ જુઓ, પોતાની દારીવ્રતા ઝળકશે.
अधोऽधो पश्यतः कस्य महिमा नो गरीयसी । उपर्युपरि पश्यतः सर्वमेव दरिद्रति ।।
પોતાનાથી ઉપરવાળાને જુઓ તો લાગશે પોતાના કરતાં વધુ તે ગરીબ છે. લાખવાળો કરોડવાળા સામે ગરીબ છે, કરોડવાળો અબજવાળા સામે ગરીબ છે, અરજપતિ ખરવપતિ સામે ગરીબ છે. ઠીક જ કહ્યું છે, ઊંચેથી ઊંચાને જુઓ તો નીચેવાળો દરિદ્ર છે. તમે તમારીથી નીચે જોશો તો લાગશે આપણે બધાથી ઊંચા છીએ. એકના હાથમાં એક છે અને બીજાના હાથમાં સો છે. આની કોઈ નિશ્ચિત પરિભાષા નથી કરી શકાતી કે કોણ અમીર છે અને કોણ ગરીબ છે.
મને પૂછવામાં આવે તો હું કહીશ- ગરીબ તે છે, જેનું મન ગરીબ છે, જેની વૃત્તિઓ ગરીબ છે. એક મજૂરને જુઓ, બે રોટલી ખાય છે, પાણી પીએ છે અને મસ્તીની ઊંઘ લે છે. બીજી બાજુ દસ લાખની મોટરમાં બેસીને ફરનારો માલિક, એરકંડીશન્ડ બંગલામાં સૂએ છે, છતાં પણ ઊંઘ નથી આવતી. અન્તર શું છે? ઉદ્યોગપતિ ડાલમિયાજીની કોઠીમાં રહ્યા, અમે જોયું– જમતી વખતે પણ હાથ વડે ફોનના રીસિવરને કાનમાં ગોઠવી રહ્યા હતા. મનમાં વિચાર આવ્યો- જીવન આટલું વ્યસ્ત અને અશાન્ત, પછી આ ધન શા કામમાં આવશે ? તેમને દરિદ્ર માનું કે સંપન્ન? બેરોજગારીનો પ્રશ્ન
એક પ્રશ્ન છે બેરોજગારીનો. બેરોજગારી ક્યાંથી આવી છે? એનું કારણ છે આપણી શિક્ષણ પદ્ધતિ. હું સ્પષ્ટ કહું છું, ભારતની બેરોજગારી તેની શિક્ષણપદ્ધતિની દેન છે. પહેલાં પ્રત્યેક વર્ગ પોત-પોતાના કામમાં મસ્ત હતો. ખેડૂતનો દીકરો ખેતી કરતો. કુંભારનો દીકરો માટીનાં વાસણ બનાવતો, લુહારનો દીકરો
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૩૫
)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org