________________
છે. હિંસા તમારા માટે અનિવાર્ય છે, પરંતુ અહિંસા પણ તેટલી જ અનિવાર્ય છે. પરિગ્રહ આવશ્યક છે તો અપરિગ્રહ પણ જરૂરી છે. આ બાબતો તેમણે બતાવી. આ દષ્ટિએ કહેવાય છે- જેટલા પણ મહાપુરુષો થઈ ગયા, તેમણે પોત-પોતાની દૃષ્ટિથી જે તે યુગની સમસ્યાઓને સમજી છે અને તેનું સમાધાન આપ્યું છે. કષાયનું અલ્પીકરણ કરો.
કષાયને ઓછા કરવા તે સાધુઓનું જ કામ નથી. પ્રાચીન ધારણા હતી કે યોગી યોગ-સાધના જંગલમાં જ કરે, શહેરોમાં તેમનું શું કામ છે? આપણે એ દષ્ટિને મહત્ત્વ આપ્યું- યોગ-સાધના જંગલમાં જ નહિ, શહેરમાં પણ આવશ્યક છે. વૈજ્ઞાનિક લોકો પ્રયોગશાળામાં બેઠા બેઠા અન્તરિક્ષમાં ઘૂમતા ઉપગ્રહનું સંચાલન કરે છે. યોગ સાધના બધા માટે દરેક સમયે આવશ્યક છે. રાષ્ટ્રનેતા, સમાજનેતા, સંસ્થાઓના નેતા એમના માટે તો કષાયોને ઓછા કરવા ખરેખર જરૂરી છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે આચાર્ય બનાવતાં પહેલાં ખૂબ બારીકાઈથી નિરીક્ષણ-પરીક્ષણ કરી લેવું જોઈએ. નિર્ધારિત કસોટીઓમાં સફળ થાય તો બનાવો, નહિ તો નહિ. અર્થશાસ્ત્રીની દૃષ્ટિએ વિચારીએ તો નિયત્તા વ્યક્તિ અલ્પકષાયી તો હોવો જ જોઈએ. માણસ સારો બને
એક વાત નિશ્ચિત જાણી લો – જ્યાં સુધી માણસ નહિ બદલાય, ત્યાં સુધી કંઈ નહિ બદલાય. કોઈના હાથમાં નથી માણસને બદલવાનું. ઋતુને બદલી શકાય, પ્રકૃતિને બદલી શકાય, પરંતુ માણસને બદલવો સહજ નથી. માણસને બદલવો હોય તો બદલવાની પ્રક્રિયા અપનાવવી પડે, દીર્ઘકાળ સુધી પ્રયોગ અને પ્રયત્ન કરવા પડે. બદલવાનું અસંભવ છે એવું તો ન કહી શકાય, પરંતુ તે સહજ અને સરળ પણ નથી.
બર્નાડ શૉએ એક જનસભામાં ઈસ્લામની ઘણી પ્રશંસા કરી. લોકો મંત્રમુગ્ધ થઈને સાંભળી રહ્યા. ભાષણની સમાપ્તિ પછી એક માણસ બોલ્યો, લાગે છે તમે ઈસ્લામ ધર્મ સ્વીકાર કરવા જઈ રહ્યા છે બર્નાડ શૉ બોલ્યા- સ્વીકારી તો જરૂર લેત, પણ શું કરું, મુસલમાન સારો નથી.
હું પણ કહું છું- બધા ધર્મ સારા છે, પરંતુ તેમના તમામ અનુયાયીઓ સારા નથી. અમારો પ્રયત્ન એ છે કે ગમે તે રીતે માણસો સારા બની જાય. અણુવ્રત, પ્રેક્ષાધ્યાન, જીવનવિજ્ઞાન અને આ વ્યાખ્યાનમાળાઓ- બધા એ જ દિશામાં કરવામાં આવી રહેલા પ્રયત્નો છે.
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૪૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org