________________
પાસે એકઠું કરી લીધું. થોડીક જ વારમાં બધા સંપન્ન થઈ ગયા હતા.
કેટલાક દિવસો પછી ઈન્દ્ર અને ઈન્દ્રાણી ફરીથી ત્યાં ગયાં. ગામને સંપન્ન જોયું. ઈન્દ્રાણી ઘણાં પ્રસન્ન થયાં. પરંતુ ગામના લોકોને ઈન્દ્રાણીએ દુઃખી જોયા. ઈન્ટે પૂછ્યું- દુઃખી શા માટે છો? એક વ્યક્તિએ ખૂબ નિરાશાથી જવાબ આપ્યો, ન જાણે કોની કુદષ્ટિ પડી ગઈ આ ગામ ઉપર. અહીં બધાની પાસે બધું જ છે. બધા માલિક થઈ ગયા, કોઈ નોકર નથી મળતો. પોતાનું ધન અમે કોને બતાવીએ? અહીં તો બધાને ત્યાં રત્નોનો ભંડાર છે. અમે કોને બતાવીએ? અમે આટલું ધન મેળવીને સુખી નથી, દુઃખી છીએ. ઈન્દ્ર ઈન્દ્રાણી તરફ જોયું. વાત ઈન્દ્રાણીની સમજમાં આવી ગઈ હતી.
આ ખૂબ જ માર્મિક કથા છે. સંપન્નતાથી કોઈને સુખ પ્રાપ્ત નથી થઈ શકતું. સુખ અલગ ચીજ છે, સંપન્નતા અલગ ચીજ છે. આપણે આ વાતને સમજી લઈએ તો અર્થશાસ્ત્રનો ક્રમ બદલાઈ જશે. મહાવીર, માર્ક્સ, કેનિજ અને ગાંધી
મહાવીર, માર્ક્સ, કેનિજ અને ગાંધી-એ બધા દૂરદર્શી હતા. પોતાની દષ્ટિથી દૂરની વાત વિચારતા હતા. દૂરદર્શી હોવું તે પણ ઘણી મોટી ઉપલબ્ધિ છે, ઘણો મોટો ગુણ છે. ઉપનિષદમાં કહ્યું છે- “વર્ષ પથ માં સર્વ, પ થતુ HISTમ્ ? કાલે શું થશે? એ શું જોવાનું. જોવું હોયતો સો વર્ષ પછી શું થશે, એ જોવાનો પ્રયત્ન કરો. મોટી વાતને જુઓ. આ દષ્ટિએ જેટલા પણ મહાપુરુષો થઈ ગયા તેઓ ખરેખર દૂરદર્શી હતા. તેઓ આજે પણ પ્રેરણા આપી રહ્યા છે કે તમે પણ દૂરદર્શી બનો.
આ સંદર્ભમાં આપણે એ વાતને ભૂલી જઈએ છીએ- જ્યાં સુધી કષાય છે, નવ કષાય વિદ્યમાન છે, દૂરદર્શન કામ નહિ કરે, એ પણ દૂરદ્રષ્ટિથી જોવું જોઈએ કે મનુષ્યની સ્થિતિઓ કેવી રીતે બદલી શકાય? મનુષ્યના કષાય કેવી રીતે બદલી શકાય? તેની મનોવૃત્તિઓને કેવી રીતે બદલી શકાય, મનુષ્યને ઠીક કેવી રીતે કરી શકાય?
મહાવીરે એના વિશે ખૂબ ચિન્તન કર્યું. ગાંધીએ પણ કર્યું. મહાવીરે ચિત્તન કર્યું તો થયું કેમ નહિ? થયું હોય કે ન થયું હોય, પણ ચિંતન તેમણે કર્યું. તેમણે કારગત ઉપચાર બતાવ્યા, પણ ઔષધિનું સેવન કરાવવું એ તો તેમના હાથની વાત નહોતી. મહાવીરે કહ્યું- અર્થ તમારા માટે જરૂરી છે, પરંતુ તેનો ત્યાગ પણ જરૂરી
ન મહાવીરનું અર્થશાસ્ત્ર ઃ ૧૪૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org