________________
માર્ક્સનું અવદાન
માર્ક્સ પણ ઘણું કાર્ય કર્યું છે. માર્ક્સ ન હોત તો સંસારની અંધશ્રદ્ધા તૂટત નહિ, ગરીબ પોતાનાં કર્મોથી ગરીબી ભોગવી રહ્યો છે, તેમાં કોઈ શું કરી શકે ? તેના ભાગ્યમાં જ એવું લખ્યું છે- આ માન્યતાને તોડવી કોઈ નાની વાત નથી. મહાવીરે એવું નહોતું કહ્યું પણ તેમના અનુગામી જૈન લોકો પણ એવું માનવા લાગ્યા હતા કે બધા કર્મોના ખેલ છે, એમાં કોઈ કંઈ કરી શકે નહિ, માર્ક્સ આ માન્યતાને તોડી. કર્મોની ગતિ માનીને મૂઢ ન બનો. કર્મ આપણે કરી રહ્યા છીએ, કર્મ આપણને નથી કરી રહ્યું. કર્મોને કરનારા આપણે છીએ તો તોડનારા પણ આપણે જ હોઈએ. માનવું પડશે કે આવો વિચાર આપીને માર્ક્સ માનવજાતિનું ખૂબ કલ્યાણ કર્યું, શોષિતો અને ગરીબોનો ઉદ્ધાર કરી દીધો.
આપણે ભૂલોને છોડી દઈએ, ગુણગ્રાહી બનીએ, એ આપણો દૃષ્ટિકોણ છે. માર્ક્સની વિચારણામાં એક ભૂલ રહી ગઈ, જેનાથી તે અસફળ થઈ ગયા. તે ભૂલ એ કે- તેમના વિચારો સાથે અધ્યાત્મ ન જોડાયું. અહિંસા અને અધ્યાત્મ જોડાઈ જાત તો માર્ક્સ યુગના મહાન વિચારક સિદ્ધ થાત. તેમણે અહિંસાને ભુલાવી દીધી. જેમ-તેમ પણ લક્ષ્યને પ્રાપ્ત કરો, આ વૃત્તિ મન ૫૨ સવા૨ થઈ ગઈ અને એટલા માટે સામ્યવાદનો પ્રયોગ અસફળ થઈ ગયો.
સુખ અને સમ્પન્નતા
કેનિજના વિચારને પણ સર્વથા અસત્ય ન કહી શકાય. તેમણે સુવિધા અને સંપન્નતાનું દર્શન કર્યું- પરંતુ આ તથ્યને ભુલાવી દીધું. સાધન અને સુવિધા મળી જવાથી સુખ મળી જ જાય, તે જરૂરી નથી. મોટી સંપન્ન વ્યક્તિઓને પણ દુઃખ ભોગવતી આપણે જોઈ છે. બધા જ સંપન્ન થઈ જાય તો પણ વિપન્નતા તો રહેવાની, તે મટશે નહિ.
સ્વર્ગલોકમાંથી ઊતરીને ઈન્દ્ર અને ઈન્દ્રાણી એક નાનકડા ગામમાં આવ્યાં. ગામ ઘણું દરિદ્ર હતું. ત્યાંના લોકો ચીંથરેહાલ અને ગરીબ હતા. ઈન્દ્રાણીને દયા આવી ગઈ. તેમણે ઈન્દ્રને કહ્યું– મહારાજ ! આપ આ ગરીબોનું સંકટ દૂર કરો. ખૂબ દુઃખ ભોગવી રહ્યા છે. ઈન્દ્ર બોલ્યા, તું સમજતી નથી. કોઈ સુખી બનાવવાથી નથી બનતું. ઈન્દ્રાણીએ પોતાની હઠ છોડી નહિ. સ્ત્રીહઠ આગળ છેવટે ઈન્દ્રને પણ નમતું જોખવું પડ્યું. ઈન્દ્રએ ગામનાં ઘર અને ગલીઓ સોના-ચાંદીથી ભરી દીધાં. સવારે લોકોએ જાગીને જોયું તો ચારે બાજુ ધન હતું. લોકોએ અખૂટ ધન પોતાની
મહાવીરનું અર્થશાસ્ત્ર ૧૩૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org