________________
પહેલાં જીવો
આપણે ન મહાવીરને જોયા, ન ગાંધી, માર્ક્સ અને કેનિજને જોયા. જેમને જોયા ન હોય, તેમના વિષયમાં વિવેચન ફક્ત વૈચારિક દષ્ટિથી, સાહિત્યિક દષ્ટિથી કરી શકાય છે. આપણે સૌથી વધુ પરિચિત અને નજીક મહાવીરના છીએ, કારણકે તેમનું જીવન જીવીએ છીએ, તેમનો મત વાંચીએ છીએ, તેમની વાત કરીએ છીએ. તેઓ નથી, પણ તેમનું જીવન-દર્શન આપણી સમક્ષ છે. મહાવીર કેવળ દ્રા અને દર્શક નહોતા, તેઓ જે બોલતા હતા તેને પહેલાં જીવી બતાવતા હતા. આ તેમની વિશેષતા હતી. આયારો વાંચો, તેમનું આખું જીવન-દર્શન મળશે. આપણે મહાવીરના અનુયાયી છીએ એટલા માટે આપણો પ્રયાસ રહેશે કે આપણે જે કંઈ બોલીએ, તેને પહેલાં જીવી બતાવીએ. સ્વયં સત્ય શોધો
મહાવીરની કક્ષામાં આપણે કોઈ બીજાને કેવી રીતે લાવીએ? જો ન લાવીએ તો પક્ષપાત થઈ જશે. મહાવીરે એ કયારેક નથી કહ્યું – પોતે જ સર્વજ્ઞ છે. જે કંઈ પોતે કહી રહ્યા છે, તે જ સત્ય છે. તેમણે કહ્યું છે– “કqળ સવ્વલેન્થ -સ્વયં સત્ય શોધો. મહાવીરનું શોધેલું સત્ય હવે વાસી છે, જૂનું છે. સ્વયં સત્ય શોધો, આ કોણ કહે છે ? આ મહાવીર કહે છે. એનાથી એક દષ્ટિ મળે છે. તેમના તરફ આકૃષ્ટ થવાની અપેક્ષાએ આપણે તેમના વિચારોથી આકૃષ્ટ છીએ. તેમણે કહ્યું- તમે મારા શબ્દો પ્રત્યે આકૃષ્ટ ન બનો. વિચારો, મનન કરો અને ઠીક લાગે ત્યારે સ્વીકાર કરો.
કેવળ શ્રદ્ધાને કારણે આપણે મહાવીરને નથી માનતા, દ્વેષના કારણે કોઈના પ્રત્યે આપણને અરુચિ નથી થતી. આપણે આપ્તત્વની પરીક્ષા કરી છે. આપણને મહાવીરમાં આપ્તત્વ લાગ્યું, એટલા માટે આપણું આકર્ષણ મહાવીર પ્રત્યે છે. તેમણે કહ્યું, મહાવીર નામની વ્યક્તિ પ્રત્યે તમે આકૃષ્ટ ન બનો. ભૂલી જાઓ કે મહાવીર નામની કોઈ વ્યક્તિ હતી. તે વ્યક્તિપૂજાના સમર્થક નહોતા.
આ દષ્ટિથી આપણે માર્ક્સ, કેનિજ અને ગાંધીને પણ જોઈએ. ગાંધીમાં પણ ઓછું મહાપુરુષત્વ નથી મળતું. ક્યારેક-ક્યારેક મનમાં વિચાર આવે છે–શું એક ગૃહસ્થ માનવી આવો હોઈ શકે? એવો માણસ, જે કહે છે તે જ કરે છે અને જે કરે છે, તે જ કહે છે. દુઃખ સુખને કોઈ મહત્ત્વ જ નથી આપતો. વિશિષ્ટ વ્યક્તિત્વ હતું તે. આપણે ખૂબ સન્માનથી તેમના સિદ્ધાન્તો પ્રત્યે પોતાની સંમતિ વ્યક્ત કરીએ છીએ.
NS
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૩૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org