________________
૨. સોનું, ચાંદી, રત્ન વગેરેનું પરિમાણ. ૩. ધન, ધાન્યનું પરિમાણ. ૪, પશુ, પક્ષી વગેરેનું પરિમાણ.
૫. કુખ્યપ્રમાણ– તાંબુ, પિત્તળ, ધાતુ તથા અન્ય ગૃહસામગ્રી, કાન, વાહન વગેરેનું પરિમાણ.
u હું સંતાનની સગાઈ, વિવાહના સંદર્ભમાં રૂપિયા વગેરે લેવાનો ઠરાવ નહિ કરું.
હું મારી પરિશુદ્ધ (નેટ) આવકનો ઓછામાં ઓછો એક ટકો પ્રતિવર્ષ વિસર્જન કરીશ. જો મારી પરિશુદ્ધ (નેટ) વાર્ષિક આવક પચાસ હજાર રૂપિયાથી વધુ હશે તો ઓછામાં ઓછા પોતાની આવકના ત્રણ ટકા વિસર્જન કરીશ. વિસર્જિત રકમ પર પોતાનું કોઈપણ પ્રકારનું સ્વામિત્વ નહિ રાખું.
હું અપરિગ્રહ અણુવ્રતની સુરક્ષા માટે ઉપરોક્ત સીમાઓ અને નિયમોના અતિક્રમણથી બચતો રહીશ. ૬. દિગૂ પરિમાણ વ્રત
હું ઊંચી, નીચી, ત્રાંસી દિશાઓમાં સ્વીકૃત સીમાઓથી બહાર જવાના તથા હિંસા વગેરેના આચરણનું પ્રત્યાખ્યાન કરું છું.
. હું દિગ્દતની સુરક્ષા માટે નીચે જણાવેલાં અતિક્રમણોથી દૂર રહીશ– ૧. ઊંચી, નીચી, ત્રાંસી દિશાના પરિમાણનું અતિક્રમણ કરવું.
૨. એક દિશાના પરિમાણને ઘટાડીને બીજી દિશાના પરિમાણનું અતિક્રમણ કરવું.
૩. દિશાના પરિમાણની વિસ્મૃતિ થવી.
i હું મારા રાષ્ટ્રથી બહાર જઈને રાજનીતિમાં હસ્તક્ષેપ અને જાસૂસી નહિ કરું. સ્થાનિક પ્રજાનાં હિતોને કચડી નાખનારા વ્યવસાયનો વિસ્તાર નહિ કરું અને ટિકિટ કે પારપત્ર વિના યાત્રા નહિ કરું. ૭.ભોગોપભોગ-પરિમાણવ્રત
i હું ઉપભોગ- પરિભોગ વિધિનું પ્રત્યાખ્યાન કરું છું- નીચે જણાવેલી વસ્તુઓનું પરિમાણ કરું છું–
૧. ઉલ્લણિયા વિધિ-અંગોછાનું પરિમાણ.
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org