________________
વ્યવહારોમાં હું મન, વચન અને શરીરથી સ્વયં અસત્ય નહિ બોલું અને બીજાઓ દ્વારા પણ નહિ બોલાવડાવું.
હું આ સત્યની સુરક્ષા માટે કોઈના પર દોષારોપણ, ષડયંત્રનો આરોપ, મર્મનું પ્રકાશન, ખોટું માર્ગદર્શન અને જૂઠા દસ્તાવેજ જેવા કપટપૂર્ણ વ્યવહારોથી દૂર રહીશ. ૩. અચૌર્ય અણુવ્રત
હું ધૂળ અદત્તાદાન (ચોરી)નું પ્રત્યાખ્યાન કરું છું.
પણ હું આજીવન - તાળાં તોડવાં, ખિસ્સા કાપવાં, ઘૂસ મારવી, ધાડ પાડવી ચોરી કરવી, લૂંટફાટ કરવી અને બીજાના સ્વામિત્વનું અપહરણ કરવા જેવા ક્રૂર વ્યવહાર મનથી, વચનથી અને શરીરથી સ્વયં નહિ કરું અને બીજાઓ દ્વારા પણ નહિ કરાવું.
i હું આ અચૌર્ય અણુવ્રતની સુરક્ષા માટે ચોરીની વસ્તુ લેવી, રાજનિષિદ્ધ વસ્તુની આયાત-નિકાસ કરવી, અસલીના બદલે નકલી માલ વેચવો, ભેળસેળ કરવી, ખોટું તોલ-માપ કરવું અને લાંચ લેવા જેવા વિંચનાપૂર્ણ વ્યવહારોથી દૂર રહીશ. ૪.બ્રહ્મચર્યઅણુવ્રત
હું ધૂળ મૈથુનનું પ્રત્યાખ્યાન કરું છું–
1 હું આજીવન પોતાનાં પત્ની/પતિ સિવાય બાકીનાં કોઈ સ્ત્રીઓ, પુરુષો સાથે સંભોગ નહિ કરું.
= હું આ બ્રહ્મચર્ય અણુવ્રતની સુરક્ષા માટે પરસ્ત્રી અને વેશ્યાગમન, અપ્રાકૃતિક મૈથુન, તીવ્ર કામુકતા અને કુમેળ વિવાહ જેવાં આચરણોથી દૂર રહીશ. ૫.અપરિગ્રહ અણુવ્રત | હું સ્કૂળ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું- ઇચ્છાનું પરિમાણ કરું છું.
મારા સ્વામિત્વમાં જે પરિગ્રહ છે અને હવે પછી થશે, તેની સીમા નીચેના પ્રકારે કરું છું, તેનાથી વધુ પરિગ્રહનો આજીવન પરિત્યાગ કરું છું–
૧. ક્ષેત્ર, વાસ્તુ (ઘર) નું પરિમાણ. - ૧, મૈથુન બે પ્રકારનું છે- સૂક્ષ્મ અને સ્થળ, મન, વાણી અને ઈન્દ્રિયમાં અલ્પવિકાર ઉત્પન્ન થાય છે, તે સૂક્ષ્મ મૈથુન છે અને શારીરિક કામ ચેષ્ટા કરવી સ્થળ મૈથુન છે.
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫૧
S
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org