________________
૩. ચૌદ નિયમ
શ્રાવકની દરરોજની વ્યાવહારિક પ્રવૃત્તિઓના સીમાકરણનો એક ક્રમ પ્રાચીન કાળથી ચાલતો આવ્યો છે, જેમાં મુખ્યત્વે ચૌદ બિન્દુઓનો સ્પર્શ છે. એ ચૌદ બિન્દુ ચૌદ નિયમની સંજ્ઞાથી પરિચિત છે
૧. સચિત્ત—અન, પાણી, ફળ વગેરે સચિત્ત વસ્તુઓની સીમા કરવી. ૨. દ્રવ્ય– ખાવા-પીવા સંબંધી વસ્તુઓની સીમા કરવી.
૩. વિગય– દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, મીઠું– આ છ વિગયના પરિભોગની સીમા કરવી.
૪. પત્ની-જૂતાં, મોજાં, ખડાઊ, ચંપલ વગેરેની સીમા કરવી.
૫. તાલૂલ- પાન, સોપારી, ઈલાયચી, ચૂર્ણ વગેરે મુખવાસનાં દ્રવ્યોની સીમા કરવી.
છે. વસ્ત્ર પહેરવાનાં વસ્ત્રોની સીમા કરવી. ૭. કુસુમ– ફૂલ, અત્તર તથા અન્ય સુગંધિત વસ્તુઓની સીમા કરવી. ૮. વાહન– મોટર, રેલ, સ્કૂટર, રિક્ષા વગેરે વાહનોની સીમા કરવી. ૯. શયન–પથારીની સીમા કરવી. ૧૦. વિલેપન – કેસર, તેલ વગેરે લેપ કરનારા પદાર્થોની સીમા કરવી. ૧૧. અબ્રહ્મચર્યમાં–મૈથુન સેવનની સીમા કરવી.
૧૨. દિશા- છ એ દિશાઓમાં પ્રવાસ તથા અન્ય જે પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, તેની સીમા કરવી.
૧૩. સ્નાન- સ્નાન તેમજ પાણીની માત્રાની સીમા કરવી. ૧૪. ભક્ત-અશન, પાન, ખાદિમ, સ્વાદિમની સીમા કરવી.
-
-
-
-
-
- -
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org