________________
૪. આચાર સંહિતા
૧. હું કોઈ પણ નિરપરાધ પ્રાણીનો સંકલ્પપૂર્વક વધ નહિ કરું.
॥ આત્મહત્યા નહિ કરું.
ભૃણહત્યા નહિ કરું.
૨. હું આક્રમણ નહિ કરું.
આક્રમક નીતિનું સમર્થન નહિ કરું.
# વિશ્વ-શાન્તિ તથા નિઃશસ્ત્રીકરણ માટે પ્રયત્ન કરીશ.
૩. હું હિંસાત્મક તેમજ તોડફોડ પ્રવૃત્તિઓમાં ભાગ નહિ લઉં.
૪. હું માનવીય એકતામાં વિશ્વાસ કરીશ.
જાતિ, રંગ વગેરેના આધારે કોઈને ઊંચ-નીચ નહિ માનું. # અસ્પૃશ્ય નહિ માનું.
૫. હું ધાર્મિક સહિષ્ણુતા રાખીશ.
સામ્પ્રદાયિક ઉત્તેજના નહિ ફેલાવું.
૬. હું વ્યવસાય અને વ્યવહારમાં પ્રામાણિક રહીશ.
# પોતાના લાભ માટે બીજાને નુકસાન નહિ કરું.
– કપટપૂર્ણ વ્યવહાર નહિ કરું.
૭. હું બ્રહ્મચર્યની સાધના અને સંગ્રહની સીમાનું નિર્ધા૨ણ કરીશ.
૮. હું ચુંટણીના સંબંધમાં અનૈતિક આચરણ નહિ કરું.
૯. હું સામાજિક કુરુઢિઓને આશ્રય નહિ આપું.
૧૦. હું વ્યસનમુક્ત જીવન જીવીશ.
માદક તથા નશીલા પદાર્થો જેવા કે દારૂ, ગાંજો, ચરસ, હેરોઈન, ભાંગ, તમાકુ વગેરેનું સેવન નહિ કરું.
૧૧. હું પર્યાવરણની સમસ્યા પ્રત્યે જાગૃત રહીશ.
લીલાંછમ વૃક્ષો નહિ કાપું.
પાણીનો અપવ્યય નહિ કરું.
Jain Educationa International
- મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫૯
For Personal and Private Use Only
www.jainelibrary.org