________________
કેન્દ્રમાં કોણ : માણસ કે અર્થ ?
વિશ્વની નવી વ્યવસ્થા અપેક્ષિત છે. નવો સમાજ, નૂતન અર્થવ્યવસ્થા, નવીન રાજનીતિની પ્રણાલી, સઘળું નવું અપેક્ષિત છે. એટલા માટે કે જે નવું નવું ચાલી રહ્યું છે, તેનાથી સંતોષ નથી. જે નૂતન કરવા ઇચ્છીએ છીએ, તે પ્રાચીન પણ છે. આપણા આ પરિવર્તનશીલ જગતમાં ધ્રૌવ્ય, ઉત્પાદ અને વ્યય સાથોસાથ ચાલે છે. ધ્રુવ છે, શાશ્વત છે અને સાથોસાથ પરિવર્તન પણ છે. તે અનેકાન્તનો નિયમ છે. પરિવર્તન અને શાશ્વત - બન્ને સંયુક્ત રીતે ચાલતાં હોવાથી નવું કંઈપણ હોતું નથી. જે નૂતન હોય છે, તે પણ પ્રાચીન બને છે. જે પ્રાચીન છે, તેમાં સંશોધન કરવામાં આવે તો ઘણુંબધું નવું મળી શકે. મનુષ્યની પ્રકૃતિ
ભગવાન મહાવીરે મનુષ્યને વ્યાખ્યાબદ્ધ કર્યો છે. મનુષ્ય બહારથી તો એક વિશિષ્ટ આકૃતિપ્રધાન અને પશુથી અલગ દેખાય છે, પરંતુ તેનો સ્વભાવ કેટલાંક પ્રાણીઓથી ભિન્ન નથી. દરેક પ્રાણીના અંતઃસ્તલમાં એક સ્વભાવ છે- કામ. મનુષ્યના સ્વભાવમાં પણ તે (કામ) હોય છે. મહાવીરે કહ્યું છે –સામાને - આ પુરુષ કામકામી છે. કામ તેના સ્વભાવનું એક તત્ત્વ છે.
તેની પ્રકૃતિનું બીજું તત્ત્વ છે - મધનો - તે અર્થલોલુપ છે, અર્થનો આકાંક્ષી છે.
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org