________________
બીજી દિશામાં
આ સમગ્ર સમસ્યાઓના સંદર્ભમાં આપણે આધુનિક અર્થશાસ્ત્રની અવધારણાઓને વાંચીએ તો લાગશે– ખોરાક, પાણી વગેરે આવશ્યક સાધનો ભેગાં કરવા માટે જે સંકલ્પ લીધો હતો, તે પૂરો નથી થઈ રહ્યો, બીજી દિશામાં જઈ રહ્યો છે. જે સઘળું ધન માણસની ભૂખ મિટાવામાં વપરાતું તો આજે કોઈ ભૂખ્યું ન રહેત. તે સ્વપ્ન, અધૂરું રહ્યું, કારણ કે તેની સાથે માનસિક સમસ્યાઓનું અધ્યયન નથી કરવામાં આવ્યું. એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માગે છે, પોતાનો અધિકાર જાળવી રાખવા ઇચ્છે છે. તેના માટે કેવી રીતે ગુપ્તચરોની જાળ ફેલાવવામાં આવે છે, કેવી રીતે પ્રતિદ્વન્દી રાષ્ટ્રની સામે સમસ્યાઓ ઊભી કરવામાં આવે છે અને કેવી રીતે બીજા ઉપર આક્રમણ કરવામાં આવે છે ! વિકસિત રાષ્ટ્ર ગરીબ અથવા અવિકસિત, વિકાસશીલ રાષ્ટ્ર પર કેવી રીતે આર્થિક પ્રતિબંધ લગાવે છે, આ બધી માનસિક સમસ્યાઓ છે. જો ભૌતિક સમસ્યાઓના સમાધાનની સાથોસાથ માનસિક સમસ્યાઓને પણ જોવામાં આવી હોત, તેના ઉપર ધ્યાન આપવામાં આવ્યું હોત - ભૌતિક સંપદાની સાથે સાથે માનસિક સમસ્યાઓ કેટલી વધશે તો કદાચ અર્થશાસ્ત્રનું સ્વરૂપ બદલાઈ જાત, તેની અવધારણાઓ પણ બદલાઈ જાત. ભાવાત્મક સમસ્યા જટિલ છે.
સૌથી વધુ જટિલ છે ભાવાત્મક સમસ્યા. આર્થિક સંપદા વધારવા માટે લોભને ખુલ્લી છૂટ આપવામાં આવી છે. જેટલો લોભ વધારો, આકાંક્ષા વધારો, તેટલું જ ધન વધશે. તેનું પરિણામ એ આવ્યું કે ભાવાત્મક સમસ્યાઓ ઊભી થઈ ગઈ. એક સંપન્ન માણસ સંપન્નતર અને સંપન્નતમ બનવા માગે છે. વધુમાં વધુ સંપન્ન બનવાની દોડ છે. સંસાધન સીમિત છે. જો અસીમ સંસાધન હોત તો કદાચ સમસ્યા એટલી ઊંડી ન બનત. અસીમ લાલસા માટે સાધન પણ સીમારહિત હોવાં જોઈએ, પરંતુ તે સીમારહિત નથી.
અનંત ઇચ્છા અને અનંત સંસાધનનું એક જોડાણ બની જાય તો બંનેમાં ક્યાંય કોઈ સંઘર્ષ ન થાત, બંને ટકરાત નહિ. સમસ્યા એ છે કે આકાંક્ષા, ઇચ્છા અથવા લાલસા અસીમ છે અને પદાર્થ સસીમ. સૂક્ષ્મ જગતું
આપણે ધૂળ જગતમાં જીવી રહ્યા છીએ. આપણું સૂક્ષ્મ જગત ખૂબ જ વિશાળ છે. જો તેને પકડી શકતા તો કદાચ પૂર્તિનાં સાધનો પણ ખૂબ વિસ્તૃત બની
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૬૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org