________________
જતાં. આપણે જે સ્થિતિમાં બેઠા છીએ. તેમાં પણ અસીમ સૂક્ષ્મ પદાર્થ છે. પદાર્થમાં જેટલાં સૂક્ષ્મ તત્ત્વો છે, તેને પકડી શક્યા તો દિલ્હી, જે લગભગ એક કરોડની વસ્તીવાળું શહેર બની રહ્યું છે, ખાઘની પૂર્તિ આ સ્થિતિમાં તે જગ્યાએથી થઈ શકે છે. બહાર ક્યાંયથી પણ અનાજ મંગાવવાની, બીજી ચીજો મંગાવવાની જરૂરિયાત રહેતી નથી. આ એક સ્થિતિ પર્યાપ્ત રહેત. એટલું વિરાટ છે આપણું સૂક્ષ્મ જગત ! પરંતુ તે આપણા ઉપયોગમાં આવી નથી રહ્યું. તે આપણી પકડથી બહાર છે. તેનો ઉપયોગ આપણે નથી કરી શકતા. કેટલાક એવા યોગીઓ થઈ ગયા છે જે સૂક્ષ્મને પકડવા લાગી ગયા હતા. તેમને વાયુભક્ષી કહેવામાં આવતા. તેમને ખાવાની જરૂરિયાત રહેતી નહોતી. ભૂખ લાગતી તો પોષક અન્નની જરૂરિયાત ન રહેતી, થોડીક હવા લઈ લેતા, પૂર્તિ થઈ જતી. વાયુભક્ષીઓ માત્ર હવાથી કામ ચલાવી લેતા હતા, પરંતુ આજે તે શક્તિ કોઈનામાં નથી. ઉપયોગિતાની દૃષ્ટિ
આપણે કેવળ સ્થૂળ પદાર્થના આધારે જીવી રહ્યા છીએ. જૈન દર્શનનો એક પારિભાષિક શબ્દ છે - અનન્તપ્રદેશી ઢંધ. સ્કંધ બે પ્રકારના છે અનંત પરમાણુઓથી બનેલો સૂક્ષ્મ સ્કંધ અને અનન્ત પરમાણુઓથી બનેલો સ્થૂળ સ્કંધ. જે અનંત પરમાણુઓથી બનેલો સૂક્ષ્મ સ્કંધ છે, તે પણ આપણા કામમાં નથી આવતો. અનંત પરમાણુઓથી બનેલો સ્થૂળ સ્કંધ જ આપણા કામમાં આવે છે. આપણા ઉપયોગની સીમા ખૂબ નાની થઈ ગઈ છે. અસ્તિત્વની સીમા આ વિરાટ બ્રહ્માંડમાં ઘણી વિશાળ છે, પરંતુ ઉપયોગિતાની દૃષ્ટિએ વિચારીએ તો આપણા ઉપયોગમાં આવી શકે, તેની સીમા ઘણી ટૂંકી છે.
જૈન દર્શનમાં ઉપયોગિતાની દૃષ્ટિએ આના ઉપર ખૂબ સૂક્ષ્મ વિચાર રજુ થયો છે. કર્મશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે – એક પરમાણુ સ્કંધ છે, જે ભાષા માટે કામમાં આવે છે. આપણે બોલીએ છીએ ત્યારે મૌદ્ગલિક સ્કંધોને ગ્રહણ કરીએ છીએ. તે તેના માટે કામમાં આવી શકે છે, ખાવા માટે ઉપયોગમાં આવી શકે છે, પરંતુ કર્મબન્ધ માટે કામમાં નથી આવી શકતો. કર્મબન્ધ માટે તેનાથી વધારે ઊંડો સ્કંધ જોઈએ. અનંત - અનન્ત પ્રદેશ તેમાં મળી જાય ત્યારે તે આપણા કામમાં આવી શકે છે. સાધન સીમિત છે
આપણી દુનિયા ઉપયોગિતાની દૃષ્ટિથી ચાલે છે. શ્વાસોચ્છવાસના સ્કંધ, ભાષાના સ્કંધ, મનનના સ્કંધ, શરીરના સ્કંધ આ બધા ઉપયોગિતામાં આવનારા
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org