________________
સ્કંધ ઘણા સીમિત છે. જે સ્થૂળ સ્કંધ ઉપરી દ્રવ્ય બને છે, તે વધુમાં વધુ સીમિત છે. અસીમ લાલસાની પૂર્તિ માટે આ સીમિત સંસાધનોની ઉપસ્થિતિ અપર્યાપ્ત છે અને તે જ સંઘર્ષનું કારણ છે. પ્રત્યેક રાષ્ટ્ર અધિકાધિક સંસાધનોને પ્રાપ્ત કરવા માગે છે. વિકસિત રાષ્ટ્ર ઇચ્છે છે કે પોતાના વિકાસની અવધારણા સફળ બને. સફળતાના શિખર ઉપર પહોંચવા માટે અનેક રાષ્ટ્રોનાં સંસાધનોનું શોષણ કરવામાં આવે છે. એક શક્તિસંપન્ન રાષ્ટ્ર આ પ્રમાણે કરશે, બે રાષ્ટ્ર તેવું કરવા લાગશે, ચાર કરશે, પરન્તુ બાકીનાંનું શું થશે?તેઓ કેવી રીતે કરી શકશે? તેમની પાસે તો કંઈ બચશે જ નહિ. સમસ્યા એવી ને એવી જ ઊભી રહેવાની. તેથી આજે તેના વિશે ફરીથી વિચાર કરવાની જરૂર છે. બે મહત્ત્વપૂર્ણ નિર્દેશ
ભગવાન મહાવીરે પોતાના વ્રતી સમાજ માટે જે નિર્દેશ આપ્યા હતા, તેમાં બે નિર્દેશ આ છે:
વાળને - જંગલોની વાઢકાપ ન થાય. છોડીને - ભૂમિનું ઉત્નનન ન થાય.
આ બંને નિર્દેશ પર્યાવરણની દષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વણકર્મો અને કોડીકમે – આ બે શબ્દો નવા અર્થશાસ્ત્રનો પાયો બની શકે છે. છતાં એક સમસ્યા છે - તે સમયે વસ્તી ઓછી હતી. આજે ખૂબ વધી ગઈ છે. એક સમય એવો હોય છે જ્યારે વસ્તી વધી જાય છે અને એક સમય એવો આવે છે, જ્યારે વસ્તી ઘટી જાય છે. વસ્તી વધી છે તેથી જરૂરિયાતો પણ ઘણી વધી ગઈ છે. ભૂખની ચિંતા ક્યાં છે?
મૂડીવાદી અર્થશાસ્ત્રનું આ તો દર્શન છે – વસ્તી વધવાથી વિશાળ કારખાનાં ઊભાં કરવામાં ન આવે તો જરૂરિયાતોને પૂરી કરી શકાય નહિ, આપણી અનિવાર્યતા છે કે મોટાં મોટાં કારખાનાંનું નિર્માણ કરવું. આ તર્કમાં તથ્ય છે. આ ચિન્તન ફક્ત બકવાસ નથી, પરંતુ આ તર્ક ત્યારે જ સાર્થક બને, જ્યારે મોટાં કારખાનાં, મોટા પાયા પર કૃષિ અને રાસાયણિક દ્રવ્યોનો ઉપયોગ મનુષ્યની જરૂરિયાતોની પૂર્તિ માટે થાય. હકીકત એ છે કે મોટાં કારખાનાં અને તેમના દ્વારા પ્રાપ્ત થનારી મોટી સમ્પત્તિનો ઉપયોગ તે આવશ્યકતાઓની પૂર્તિ માટે નથી થઈ રહ્યો. તેનો ઉપયોગ માણસ ઉપર પોતાનો અધિકાર અને પ્રભુત્વ જમાવી રાખવાની દિશામાં વધુ થઈ રહ્યો છે. માણસની ભૂખની ચિંતા હોત તો પરમાણુ બોમ્બની
-
-
-
-
-
-
-
- -
આ
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૨
31
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org