________________
દિશામાં પ્રસ્થાન ન કર્યું હોત. આ શા માટે થયું ? આ કોઈ આવશ્યકતાની પૂર્તિ તો નથી ! અન્તરિક્ષ તરફ પ્રસ્થાન શા માટે થયું છે ?
પૃષ્ઠભૂમિમાં લોભ છે
વિજ્ઞાને સત્ય શોધ્યું છે, તે વાત સાચી છે પરંતુ અધૂરી છે. મહાવીરે સત્યની શોધની સાથેસાથે આ નિર્દેશ પણ આપ્યો - સૌની સાથે મૈત્રી કરો. જો સત્યની શોધ સાથે આ સૂત્ર પણ જોડાયેલું રહેત તો ૫૨માણુ શસ્ત્ર બનાવવાની જરૂર ન રહેત અને દુનિયાનું આટલું મોટું બજેટ શસ્ત્ર-નિર્માણમાં ન લાગત. મિત્રતાની વાત છોડીને, કેવળ સામાજિક ગરીબી, સામાજિક ભૂખ મિટાવવા માટે કેટલાં મોટાં-મોટાં કલ-કારખાનાં અને મોટા પાયા પર કૃષિ ઉત્પાદનના પ્રયત્નો અને આયોજનો ચાલી રહ્યાં છે. આ તર્ક પોતાનામાં જ શૂન્ય બની રહ્યો છે. વક્તવ્ય એક દિશામાં છે અને ગતિ બીજી દિશામાં થઈ રહી છે. જમીન પર, પાણી ઉપર અથવા આકાશમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવું, બજાર ઉપર પ્રભુત્વ સ્થાપિત કરવું – બધા પ્રયત્નો આ દિશામાં થઈ રહ્યા છે. આ બધા ઉપક્રમોની પાછળ છે લોભ. તેનાં પરિણામો પણ સામે આવી રહ્યાં છે. એટલા માટે એક નવો વિચાર સામે આવ્યો, આજે મૂડીવાદી અને સામ્યવાદી અર્થશાસ્ત્ર માનવજાતિના કલ્યાણ માટે નથી. હવે નવા અર્થશાસ્ત્રની કલ્પના કરવી જોઈએ.
અનેકાન્તનો માર્ગ
સમસ્યા આ છે - યુગ એટલો બધો આગળ વધી ગયો છે કે હવે બે હજાર વર્ષ, અઢી હજાર વર્ષ પહેલાંના યુગમાં તેને લઈ જવો અસંભવ છે. ગાંધીજી જેવું સાદું જીવન જીવવું ઘણું દુષ્કર છે. ગાંધીજીએ બે હજાર વર્ષ પહેલાંનું જીવન જીવ્યું હતું, પરન્તુ આજે વિશ્વવિદ્યાલયથી શિક્ષિત થયેલી વ્યક્તિ,અર્થશાસ્ત્રની આધુનિક અવધારણાઓમાં ઘડાયેલો માનવ તેવું જીવન જીવવા તૈયાર થશે, એ કલ્પના કરી શકાતી નથી. એટલા માટે કોઈ મધ્યમ માર્ગનું નિર્માણ જરૂરી છે, જેનાથી વર્તમાનની સમસ્યાઓને પણ સમાધાન મળે અને માણસને તે ભયાનક કાળખંડમાં જીવવા માટે વિવશ ન થવું પડે. આ માર્ગ અનેકાન્તનો માર્ગ હોઈ શકે છે. દૃષ્ટિકોણ બદલો.
આપણે પ્રેરણાને પણ બદલીએ અને દૃષ્ટિકોણને પણ બદલીએ. દૃષ્ટિકોણનું નિર્માણ જીવનની પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ માટે થાય. એના માટે જે અર્થશાસ્ત્રની કલ્પના કરવામાં આવી રહી છે, તેનું પહેલું સૂત્ર હશે - પ્રાથમિક
ને મહાવીરનું અર્થશાસ્ત્ર : ૬૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org