________________
જરૂરિયાતોની પૂર્તિને પ્રાથમિકતા. જ્યાં સુધી વિશ્વમાં માનવસમાજનો એક પણ વર્ગ ભૂખ્યો છે, ત્યાં સુધી શસ્ત્રનિર્માણની દિશામાં આપણો પગ ન ઊપડે, વિલાસિતાપૂર્ણ પદાર્થોના નિર્માણ માટે આપણાં કારખાના ન ચાલે. અનિવાર્યતા અને વિલાસિતા
આપણે અર્થશાસ્ત્રની દષ્ટિથી વિચાર કરીએ. બે પ્રકારની અવધારણાઓ આપણી સમક્ષ આવશે : એક અનિવાર્યતા અને બીજી વિલાસિતા. અનિવાર્યતા અથવા જરૂરિયાત તે છે, જેની પ્રાપ્તિ થવાથી સુખ નથી મળતું અને અપ્રાપ્તિમાં કોઈ દુઃખ નથી થતું. રોટલી આવશ્યકતા છે, મળી તો સુખ નહિ મળે, કેવળ ભૂખ ભાંગશે, અને ન મળવાથી દુઃખ ઘણું થશે. એક વિલાસિતાની સામગ્રી છે, પ્રસાધનની સામગ્રી છે. મળવાથી માણસને ઘણું સુખ મળે છે, પરન્તુ ન મળવાથી કોઈ દુઃખ થતું નથી. નવા અર્થશાસ્ત્રના નિર્માણમાં જો આ અવધારણા રહે–જ્યાં સુધી પ્રાથમિક આવશ્યકતાઓની પૂર્તિ ન થાય, ત્યાં સુધી વિલાસિતાની સાધનસામગ્રીનું નિર્માણ નહિ થાય તો આજની ભૂખમરાની અને બેરોજગારીની સમસ્યાનું ઘણા અંશોમાં સમાધાન થઈ જાય. દાતા અને યાચકનો ભેદ
આજે સહયોગની વાત ચાલી રહી છે. વિકસિત રાષ્ટ્રો વિકાસશીલ દેશોને સહયોગ આપી રહ્યાં છે. વ્યવહારમાં તો તે ઘણી સારી વાત લાગે છે, ઉદારીકરણની વાત લાગે છે, પરન્તુ છેવટે તો સૌ જાણે છે કે દાતા અને યાચકનો ભેદ બરાબર બની રહેશે. સંસ્કૃતિના કવિએ ખૂબ સુન્દર લખ્યું છે, વાછૂપાવયો. મેવઃ સ્થાને સૂવિતમૂ લેનાર હાથ નીચે રહેશે અને આપનારો હાથ ઉપર રહેશે. આ સ્થિતિને અસ્વીકારી શકાય નહિ. તેની સાથે કેટલા પ્રતિબન્ધ, કેટલી શરતો જોડાયેલાં હોય છે, બિલકુલ આર્થિક ગુલામી જેવી સ્થિતિ બની જાય છે. બૌદ્ધિક સમ્પદા ઉપર પણ પ્રતિબન્ધ લાગી જાય છે. એક સંતુલન બને
આ સમગ્ર સમસ્યાઓના સંદર્ભમાં આજે એક મધ્યમ માર્ગનું અનુસરણ ખૂબ જરૂરી છે. નાના ઉદ્યોગ, સૌની પાસે પોતાનું કામ. કોઈપણ વ્યક્તિ એટલાં મોટી ન બની શકે કે જ્યારે ઈચ્છે ત્યારે પોતાનાથી નિર્બળને દબાવી શકે. એક માણસના શક્તિશાળી હોવાનો મતલબ છે, કમજોરો પર સતત રહેતો ભય. એક સંતુલન બનવું જોઈએ. આવા પ્રકારનાં સૂત્રો ભગવાન મહાવીરની વાણીમાં મળે છે, કારણ કે તેમના વિચારો અનેકાન્તથી અનુપ્રાણિત હતા. સૌથી મોટી વાત છે માનવીય
- - - - - - - -
આ
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૬૪
\
\
.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org