________________
અસ્તિત્વ અને માનવીય સ્વાતંત્ર્યતાની. તેના ઉપર આંચ ન આવે અને આવશ્યકતાઓની પૂર્તિ પણ થઈ જાય, આવા અર્થશાસ્ત્રની આજે પરિકલ્પના જરૂરી છે. ખોરાક અને આઝાદી, ખોરાક અને આસ્થા, બંને એકબીજાને વિખંડિત ન કરે, બંને સાથે-સાથે ચાલે. પહેલાંના જમાનામાં કહેવામાં આવતું, લક્ષ્મી અને સરસ્વતી બંને સાથે નથી રહેતી. આજે તે ધારણા બદલાઈ ગઈ છે. બંને એકસાથે ચાલી રહી છે. પછી આવું કેમ ન થઈ શકે ? આવા અર્થશાસ્ત્રની આજે તીવ્ર જરૂર છે. હું કલ્પના કરું છું કે અનેકાન્તનું આ મહાન વરદાન માનવજાતિ માટે કલ્યાણમય બનશે અને માનવજાતિ અને કાન્તના મંત્રદાતા ભગવાન મહાવીર તરફ સ્વયં સહજ શ્રદ્ધાપ્રણત થશે.
-
-
-
.
પણ
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૬૫
શિવ અલા No
)
Lo
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org