________________
દ્વારા ઓઝોન છત્રી તૂટવાનાં જે દુષ્પરિણામો બતાવવામાં આવી રહ્યાં છે, તેમાં ઘણીખરી સમાનતાઓ છે.
બીજો પક્ષ ભૂલાવી દીધો
પર્યાવરણનાં આ પ્રદૂષણોમાં ઉદ્યોગોની ભૂમિકા મુખ્ય છે. ઉદ્યોગોના ઉપયોગમાં લેવામાં આવેલ તેલ અને ગેસ ઓઝોન છત્રીને વિખંડિત કરી રહ્યાં છે. આ ગંભીર સમસ્યા તરફ આજના વૈજ્ઞાનિકોનું ધ્યાન ગયું છે. મૈન્સહોલ્ડની ભવિષ્યવાણી છે - અમે સમાધાન શોધી લઈશું, પરંતુ અત્યારે તો સમસ્યા જટિલ બની રહી છે. એક સમસ્યાનું સમાધાન શોધીએ છીએ અને બીજી નવી સમસ્યા ઊભી થઈ જાય છે. આપણે માની પણ લઈએ કે પર્યાવરણની સમસ્યાનું સમાધાન કરી લઈશું. હજુ કાળખંડ બચેલો છે. કદાચ પૃથ્વી પણ તેટલી ગરમ ના હોય. મૂડીવાદી વિચારકોએ આ ઊર્જા અને પર્યાવરણ સંબંધી સમસ્યાનું સમાધાન શોધવાની વાત કહી દીધી, પરંતુ તેમણે મનુષ્યના બીજા પક્ષને ભૂલાવી દીધો. તે પક્ષ સ્વાસ્થ્ય પક્ષ છે. માનસિક સ્વાસ્થ્ય ભાવાત્મક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય પણ સમસ્યાનો એક પક્ષ છે. વધતી જતી હિંસાની સમસ્યા પણ એક પક્ષ છે. તેના વિશે સંપૂર્ણ વિચાર કરવામાં નથી આવ્યો.જો તેના ૫૨ એકસાથે સમતોલપણે વિચાર કરવામાં આવ્યો હોત તો કેવળ આગળ વધવાનું છે, પાછા નથી ફરવાનું, સંપન્ન અને અધિક સંપન્ન બનવાનું છે - આવા પ્રકારના ઉદ્ગારો સામે ન આવત. વધતો જતો માનસિક વિક્ષેપ
આજે શારીરિક સ્વાસ્થ્યની સમસ્યા પણ વિકટ છે. જેવી રીતે પ્રદૂષણ વધ્યું છે અને જે પ્રમાણે રાસાયણિક દ્રવ્યોનો છંટકાવ થઈ રહ્યો છે, તેનાથી મનુષ્યોનું શારીરિક સ્વાસ્થ્ય અત્યંત પ્રભાવિત થયું છે. શારીરિક સ્વાસ્થ્ય કરતાં માનસિક સ્વાસ્થ્ય વધુ પ્રભાવિત થયું છે. જો આપણે પાંચ દશકાઓ, છ દશકાઓ પહેલાંની સ્થિતિનું તુલનાત્મક અધ્યયન કરીએ તો આપણી સમક્ષ આ નિષ્કર્ષ આવશે. આજે માનસિક વિક્ષેપ વિશેષ વધ્યો છે, માનસિક રોગોની હોસ્પિટલો વધારે ખૂલી છે. આત્મહત્યાઓનો અનુપાત વધ્યો છે, છૂટાછેડાની સમસ્યા વધી છે, સામાજિક અપરાધ વધ્યા છે. અપરાધને રોકવા માટે ભારે-ધ૨ખમ બજેટ વિકસિત રાષ્ટ્રને નિર્ધારિત ક૨વા પડ્યાં છે. વિકસિત રાષ્ટ્રોનું ફક્ત અપરાધ નિયંત્રણ પ૨નું જેટલું મોટું બજેટ છે, તેટલું અવિકસિત રાષ્ટ્રનું સંપૂર્ણ બજેટ પણ નથી. સંહા૨ક અસ્ત્ર-શસ્ત્રોની સમસ્યા પણ વધી છે.
000000
Jain Educationa International
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૫૯
For Personal and Private Use Only
www.jainelibrary.org