________________
હતા. મનમાં વિચાર આવ્યો, આ કેટલી મૂર્ખામી છે– દિવસમાં આઠ-નવ કલાક એરકંડીશન્ડમાં કામ કરો, પછી ત્રણ કલાક ગરમ પાણીમાં સ્નાન કરો. પોતાના ઘરમાંથી એરકંડીશનર કાઢી નંખાવ્યું. ત્રણ કલાક ગરમ પાણીમાં બેસી રહેવાની આવશ્યકતા જે ન રહી. તે વાંછનીય નથી:
જે સુવિધા આપણા શારીરિક સ્વાથ્યને હાનિ પહોંચાડે, તે વાંછનીય નથી. ઘણાબધા પદાર્થ એવા છે કે, જે એક વખત સુવિધાજનક લાગે, પરંતુ અંતમાં મનને વિકૃત બનાવે છે, માનસિક ચિંચળતા પેદા કરે છે. મનોરંજનની જેટલી પણ કલબો. છે અને તેમાં જે સુવિધાઓ આપવામાં આવે છે, તે એક વખત તો મનને ખૂબ સરસ લાગે છે. પણ સમય જતાં મન વિકૃતિનાં વાદળોથી ઘેરાતું રહે છે. તેથી જ મહાવીરે કહ્યું છે–સીમા નક્કી કરો. આ પ્રકારની સુવિધાઓ ન ભોગવશો. તર્કની ભાષા
એક વ્યક્તિને પૂછવામાં આવ્યું, “દારૂ શા માટે પીઓ છો?' તેણે કહ્યું, “મારા માટે આવશ્યક છે.” શા માટે આવશ્યક છે? તેનાથી ફાયદો શો ?' તેને પીવાથી ચિંતાઓ નષ્ટ થઈ જાય છે.”
એ ખોટો તર્ક છે કે દારૂ આપણા ટેન્શનને દૂર કરવા માટે આવશ્યક છે. મહાવીરે કહ્યું, આ કાલ્પનિક આવશ્યકતાને કાબૂમાં રાખો. ખરી આવશ્યકતા ખોરાક અને પાણી છે. શરાબ કેવળ કાલ્પનિક આવશ્યકતા છે, જેને તમે ચિંતાઓ દૂર કરવા જરૂરી સમજે છો. આજે માદક વસ્તુઓનું જે બજાર ગરમ છે, તે કાલ્પનિક આવશ્યકતાના આધારે છે. આ વિષયમાં મહાવીરને પૂછવામાં આવે કે શું કરીએ, તો મહાવીર કહેશે, “સંયમ કરો. શરાબ તમારા માટે જરૂરી નથી. એ તમારા માટે કૃત્રિમ આવશ્યકતા છે, તમે તેને આવશ્યકતા માની લીધી છે, પણ તે આવશ્યકતા નથી.' આપણી કલ્પના પણ ઘણી વખત આવશ્યકતાઓ ઊભી કરી મૂકે છે. આ નાટક શા માટે ?
રેલવેના ડબ્બામાં બે મુસાફરો પાસે પાસે બેઠા હતા. એક ઊભો થયો. તેણે આગળ વધીને બારી બંધ કરી દીધી. બીજાએ ઊભા થઈને બારી ખોલી નાખી. એક નાટક શરૂ થઈ ગયું. એક ખોલે છે, બીજો બંધ કરે છે. ટી.ટી. આવ્યો. બીજા મુસાફરોએ તે બંનેનું નાટક બતાવ્યું અને પોતાની પરેશાની વ્યક્ત કરી. ટી.ટી.એ
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org